સમગ્ર ગુજરાતી જેમ જ અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે, શહેરના લગભગ તમામ ઝોનમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. ભારે વરસાદના કારણે શહેરમાં નદીઓ અને દરિયો હિલોળા લેતા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે.
કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ બાદ પણ ઠેરઠેર રસ્તાઓ તથા રહેણાક વિસ્તારોની ગલીઓમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે લોકોએ મુશ્કેલીમાં મૂકાવાનો વારો આવ્યો છે. શહેરના કોતરપુરમાં માત્ર 5 જ કલાકમાં સાડા 3 ઈંચ કરતા વધારે વરસાદ વરસી ગયો છે.
આજે સવારથી જ અમદાવાદમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારના 6થી 12ના ગાળામાં શહેરમાં સૌથી વધુ સરેરાશ વરસાદ ઉત્તર ઝોનમાં થયો છે. આ ઝોનમાં કોતરપુરમાં સૌથી વધુ 93mm વરસાદ નોંધાયો છે.
વાત કરીએ સુરતની તો સુરતમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે સવર્ત્ર પાણી પાણી દેખાઈ રહ્યા છે. ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે તે ઓવરફ્લો થઈ રહી છે. સણીયા હેમાદ અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘૂસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. સાથે જ તંત્રને દોષ દઈ રહ્યાં છે. ઘણા પરિવારોએ ઘરના ઘરમાં પાણી ઘૂસી જતાં બહાર રાતવાસો કરવાની ફરજ પડી છે.
લોકોની ઘરવખરી પણ પાણીમાં પલળી ગઈ છે. સણિયા વિસ્તારમાં પાણીના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જ્યારે કુંભારીયામાં ઘરમાં પાણી ઘૂસી જતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
અદાણીની કંપનીનો બિઝનેસ રાતોરાત આસમાને પહોંચી જશે, હજારો કરોડના રોકાણનો માસ્ટર પ્લાન તૈયાર
LPG સિલિન્ડરના દરમાં ફેરફાર, બેંકોનું મર્જર, જાણો 1 જુલાઈથી શું ફેરફાર થશે જે સીધી તમને અસર કરશે
સાથે જ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં બારડોલી, મહુવા બાદ હવે પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદને પગલે નવ જેટલા ગામોના રસ્તાઓ બંધ થયા છે. પલસાણાનું બલેશ્વર ગામે ખાડીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. ખાડી પારના 40 ઘરના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતા.