ગુજરાતના અનેક રસ્તાઓ તળાવમાં ફેરવાયા, વાહનો અટવાયા, કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક જામ, દરેક જિલ્લામાં મુસીબતનો પાર નહીં

Lok Patrika Desk
By Lok Patrika Desk
varsad
Share this Article

રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ત્યારે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું જોવા મળ્યું હતું. સાંજના સમયે અચાનક શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આથી રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

varsad

વાહન ચાલકોના વાહનો થયા બંધ

શહેરના થલતેજ, પ્રહલાદનગર, વેજલપુર, પાલડી, શિવરંજ, SG હાઈવે, બોડકદેવ, વસ્ત્રાપુરની સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો શિવરંજની ચાર રસ્તા પાસે પાણી ભરાતા અનેક વાહન ચાલકોને હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો.તેમજ રસ્તા પર વરસાદી પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતાં લોકોએ ધક્કામારીને પાણીમાંથી વાહનો બહાર કાઢવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો

એલન મસ્કની સંપત્તિમાં 47000 કરોડનો ઘટાડો, અદાણીને 26000 કરોડનું નુકસાન, જાણો શા માટે બન્ને ધોવાઈ ગયા?

પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી, ગુજરાત સરકારનું પાણીમાં ‘પાણી’ મપાઈ ગયું, અનેક વિસ્તારોમાં રસ્તા નદી બન્યાં

વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીની લહેર

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણમાં સુરત, વલસાડ, અને તાપી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને સુરતમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે વરસાદની શરૂઆતના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આગામી વર્ષ સારું જવાની પણ ખેડૂતોમાં આશા બંધાઈ છે.


Share this Article
TAGGED: , ,