Cyclone Biporjoy LIVE Update: વાવાઝોડાને પગલે હાલમાં ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ આવ્યો છે. ગીર સોમનાથ, ધોરાજી, પોરબંદર ઉપરાંત દ્વારકા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પચપચીયા, રબારીકા, સાળવા, કંટાળા, ભાણીયા, ધુંધવાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનને કારણે મિનિ વાવાઝોડા જેવી અસર જોવા મળી રહી છે. બિપરજોય વાવાઝોડાને કારણે વરસાદની શરુઆત થઈ છે.
દ્વારકાની વાત કરીએ તો ધીમી ધારે વરસાદી ઝાપટા શરુ થયા છે. દ્વારકા સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો વળઈ બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈ ધોરાજી ડિજિસ્ટર વિભાગની ટીમ એલર્ટ થઈ ગઈ છે. ધોરાજીમાં વાવાઝોડાને લઈ વાતાવરણમાં પલટો આવ્યો છે. ધોરાજીમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ધીમી ધારે વરસાદ પણ વરસ્યો છે.
સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરને કારણે દરેકને સૂચના આપવામાં આવી છે કે સાવચેતી રાખવી, વૃક્ષ નીચે બેસવું નહીં, કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં અને વીજપોલને અડકવું નહી. લોકો પણ તેનુ પાલન કરી રહ્યા છે.
દ્વારકા પર નહીં આવે બિપરજોય વાવાઝોડાનું સંકટ! મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા, જાણો ચોંકાવનારું કારણ
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાને પગલે પોરબંદરના પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પોરબંદરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો છે. તો દરિયો પણ એ હદે ગાંડોતૂર થયો છે કે લોકો ડરી રહ્યા છે.