ગુજરાતમાં ફરી વખત આવી રહ્યો છે મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ, અંબલાલ પટેલે ઘાતક આગાહીમાં જણાવી ડરામણી વાત

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ambalal Patel Monsoon Prediction :  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહી એવી છે કે, આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા વધવાની શક્યતા છે. જલદાયક નક્ષત્રમાં ગ્રહોની સ્થિતિ બનતા વરસાદી ઝાપટા વધશે. 10થી 12 ઓગસ્ટ સુધીમાં ક્રમશ વરસાદી ઝાપટામાં વધારો થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) હળવા અને ભારે ઝાપટા રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા રહેશે. આ ઝાપટા 15 સુધીમાં રાજ્યના વિવિધ રાજ્યોમાં પડશે. 16-17-18 ઓગસ્ટમાં (August) રાજ્યમાં વરસાદની શક્યતા છે. 21 ઓગસ્ટથી 22 ઓગસ્ટમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ રહેશે.

હવામાન વિભાગની આગાહી  (Meteorological department forecast) છે કે, આગામી 4 દિવસ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજ્યમાં એકથી 2 જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. હાલમાં રાજસ્થાન તરફ સરક્યુલેશન સક્રિય થયું છે. આ સર્ક્યૂલેશનના કારણે સામાન્ય વરસાદ આવી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મેઘરાજાએ શરૂઆતથી ગુજરાતની ચારેય દિશામાં ધોધમારથી લઈને સાંબેલાધાર વરસાદ વરસાવ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એકથી બે સ્થળે ભારે વરસાદી ઝાપટું પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

શાકભાજી બાદ હવે ફળોએ લોકોનું ઢાંઢુ ભાંગી નાખ્યું, જાણો કેટલું વધી રહ્યું છે તમારા રસોડાનું બજેટ, પથારી ફરી ગઈ

 

ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી

 

હાલ રાજસ્થાન તરફ એક સર્ક્યુલેશન સક્રિય છે, ત્યારે આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા જોવા મળી રહી છે. હાલ એક સર્ક્યુલેશન છે તે રાજસ્થાન તરફ છે જેને કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.


Share this Article