એક વ્યક્તિ 1 વર્ષમાં ચાર બાળકોનો પિતા બન્યો છે જે જાણીને તમને નવાઈ લાગશે પણ આ સાચુ છે. હોલીવુડ સ્ટાર નિક કેનનની અહી વાત થઈ રહી છે. 1થી વધુ પત્નીઓ ધરાવતો નિક અત્યાર સુધીમાં 8 બાળકોનો પિતા બની ગયો છે.
8મા બાળક પછી તેણે સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે પૃથ્વીને વધુ બાળકો નથી જોઈતા. હોલીવુડ સ્ટાર નિક કેનનના જીવનમાં ઘણી મહિલાઓએ પ્રવેશ કર્યો. નિકે બધા સાથે લગ્ન કર્યા અને ત્યારપછી પોતાનો પરિવાર શરૂ કર્યો.
નિકને ત્રણ અલગ-અલગ પત્નીઓથી 1 વર્ષમાં કુલ 4 બાળકો છે જેમાંથી એક પત્નીએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં નિકે તેના આઠમા બાળકના આગમનની જાહેરાત કરી હતી. જ્યારે તેના પહેલા ઓક્ટોબર 2021માં નિકે જાહેરાત કરી હતી કે તે બ્રહ્મચારી જીવન અપનાવવા જઈ રહ્યો છે.
હોલીવુડ સ્ટારે તેની નસબંધી કરાવવાની વાત કરી હતી, જોકે નિક આ જાહેરાત પહેલા જ જાણતો હતો કે તે નવા બાળકને આવકારવા જઈ રહ્યો છે.