વાવાઝોડાને લઈ જાણો આખો ઈતિહાસ, જાણો વાવાઝોડું કઈ રીતે આવે? કઈ રીતે નુકસાન કરે? બધી જ માહિતી

Lok Patrika Desk
By Lok Patrika Desk
storm
Share this Article

ગુજરાત રાજ્યને અડીને આવેલા અરબ સાગરમાં ‘બિપરજોય’ નામનું વાવાઝોડું ઉત્પન થયું છે. રાજ્યના દરિયા કિનારે તેની અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠે 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો તમને મનમાં આવતો હશે કે, આ વાવાઝોડું અચાનક ક્યાંથી આવ્યું? તે કેવી રીતે બને છે? તો આવો જાણીએ… વાવાઝોડાને ‘ઉષ્ણકટિબંધીય ચક્રવાત’ તરીકે ઓળખવામાં આવે છે. આ ચક્રવાત બનવાની રીતને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.

storm

ચક્રવાત બનવાની શરૂઆત

ચક્રવાત બનવાની ઘટના કેટલીક સંજોગો પર આધાર રાખે છે. સૂર્યના તાપથી ગરમ થઈ રહેલા સમુદ્રમાંથી (26 ડિગ્રી સેલ્સિયસથી વધુનું તાપમાન 60 મીટરની ઊંડાઈમાં) બાષ્પીભવનથી પાણીની વરાળ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. વાતાવરણીય અસ્થિરતા સમુદ્રની સપાટી પર આવતી ગરમ હવા સાથે ઘનીકરણની પ્રકિયા કરે છે અને વાદળો બનવાની શરૂઆત થાય છે.

storm

ઉષ્ણકટિબંધીય ચક્રવાતની પરિપક્વતા

ઉષ્ણકટિબંધીય વાવાઝોડું તીવ્ર બને છે, ત્યારે તે જોરદાર હવા સાથે વાવાઝોડામાં પરિણમે છે. ત્યારબાદ હવે આડી રીતે ફેલાય છે. એકવાર હવા ફરવાની ચાલુ થાય પછી વચ્ચે જોરદાર દબાણ સર્જાય છે. આ ઘટનાની ઝડપને કારણે નીચેની હવાને વધુ ઝડપ આપે છે. ત્યારબાદ ગરમ હવાનું દબાણ વધતા ‘આંખ’ની રચના થાય છે. સામાન્ય રીતે, આ આંખ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. 1) ગોળાકાર, 2) કેન્દ્રિત, 3) લંબગોળ. હિંદ મહાસાગરમાંથી નીકળતા મોટાભાગના ઉષ્ણકટિબંધીય ચક્રવાત કેન્દ્રિત પેટર્નવાળા હોય છે. તે ખૂબ વિશાળ ક્યુમ્યુલસ થંડરક્લાઉડ બેન્ડની પેટર્ન ધરાવે છે.

આ પણ વાંચો

Breaking News: જૂનિયર મહિલા હોકી ટીમે એશિયા કપ 2023 જીત્યો, ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવી

‘બિપરજોય’ વાવાઝોડાએ ભલભલાના ધબકારા વધારી દીધા, 6 જિલ્લામાં સૌથી વધારે ઘાતક ખતરો, મેઘરાજા તૂટી જ પડશે

‘મદરેસાઓ બંધ થવી જોઈએ..’, સાધ્વી પ્રાચીએ શા માટે આપ્યું આ ચોંકાવનારું નિવેદન?

ચક્રવાતની પુખ્તતા અને અંત

ત્યારબાદ ઉષ્ણકટિબંધીય ચક્રવાતની આંખમાં દબાણ ઘટે છે, આંતરિક રીતે ગરમ અને અત્યંત ઝડપથી ફરવા સાથે નબળું પડવાની શરૂ થાય છે. અચાનક તેની ગરમ હવા ઠંડી થવા લાગે છે કે પછી અચાનક તેની સાથેનો સંપર્ક તૂટી જાય છે. આ ઘટના લેન્ડફોલ થયા પછી કે ઠંડા પાણી પરથી પસાર થાય ત્યારે બને છે. ચક્રવાત નબળું પડે તેનો અર્થ એ નથી કે, તેનાથી જાન-માલ પરનો ખતરો ટળી જાય છે.


Share this Article
TAGGED: , ,