અલગ અલગ સમાજ અલગ અલગ પહેલ કરતો રહે છે. ત્યારે હવે એવી જ કંઈક પહેલ ગુજરાતમાંથી એક સમાજે કરી છે. ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજની એક સમાજ સુધારણાને લઈ બેઠક યોજાઈ હતી અને જેમાં અનેક પહેલ કરવામાં આવી છે જે ખુબ ચર્ચામા છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો પર એક નજર કરીએ તો..
– મરણ પ્રસંગે બહેનોના રૂપિયા ન લેવા કે દેવા
-વ્યસનને તિલાંજલિ નહીં આપનારને 1લાખના દંડની જોગવાઇ
– લગ્ન પ્રસંગમાં સાદી પત્રિકા છપાવવા ફરમાન
– લગ્ન પ્રસંગમાં ફટાકડા પ્રમાણમાં ફોડવા ફરમાન
– ભોજન પીરસવા માટે ભાડાના માણસો ન લાવવા અપીલ કરવામાં આવી
– ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડની જોગવાઇ
– મરણ પ્રસંગમાં વ્યસનને તિલાંજલિ આપવા ફરમાન
– મરણ પ્રસંગમાં દીવો બાળવા સગા-સબંધીઓને બોલાવવા નહીં
– દીકરીને પેટી ભરવામાં 51 હજારથી વધુ રૂપિયા ન આપવા
– લગ્નપ્રસંગમાં DJ વગાડવા પર પ્રતિબંધ
– મરણ પ્રસંગે બારમાં દિવસે રાવણું કરી પછી કોઇએ જવું નહીં
– સાલ, પાઘડી, વીંટી કે ભેટથી સન્માન ન કરવું
– ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું
વિગતે વાત કરીએ તો આ બેઠકમાં સમાજ સુધારા માટે 21 ઠરાવ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં આંજણા સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી નહીં રાખવાનું ફરમાન કરાયું એ હાલમાં ગુજરાતમાં ભારે ચર્ચામાં છે. આંજણા ચૌધરી સમાજનો કોઈ યુવાન દાઢી રાખશે તો તેને 51 હજારનો દંડ ફટકારવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું છે.
હવે અમદાવાદમાં વાહન ચાલકો થરથર ધ્રુજશે, આ 16 નવા ટ્રાફિકના નિયમો તોડનારને મેમોના ઢગલા થઈ જશે
ગઈકાલે ધાનેરાના કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલી બેઠકમાં શિકારપુરા ધામના ગાદિપતિ દયારામજી મહારાજ દ્વારા કહેવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં દાઢી રાખવી એ સંત મહાત્માનું કામ છે પરંતુ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી. એમ કહીને કોઈએ દાઢી રાખવી જોઇએ નહીં એવું ફરમાન કરવામાં આવ્યું છે. લગ્ન કે અન્ય પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસનો બંધ કરવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યા છે. મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરવાની હાંકલ કરી હતી. જો અફીણ પ્રથા ચાલુ કરાશે તો 1 લાખનો દંડની જોગવાઈ કરાઈ છે.