Astrology News: હિંદુ ધર્મમાં ભગવાનની પૂજાનો અનેરો મહિમા છે. આપણને પૂજા દરમિયાન ઘણી વખત એવા સંકેત પણ મળે છે જે ધાર્મિક દ્રષ્ટિએ ઘણાં શુભ માનવામાં આવે છે. ત્યારે તમને જણાવીએ કે, જો પૂજા દરમિયાન મૂર્તિ કે તસવીર પરથી ફૂલ પડે તો તેનો શું અર્થ હોય છે અને આ ફૂલનું શું કરવું જોઈએ?
દેવી-દેવતાના આશીર્વાદ સમજવા
સૌથી પહેલા તો એ જણાવી દઇએ કે, મૂર્તિ પરથી ફૂલ પડવું એ શુભ સંકેત છે. તમારી પૂજા સફળ થઈ અને ભગવાન તમારી પૂજાથી પ્રસન્ન થયા છે સાથે જ તમારી મનોકામના પૂર્ણ થવા જઇ રહી છે. એટલે કે, તસવીર પરથી પડેલા ફૂલને દેવી-દેવતાના આશીર્વાદ સમજવા જોઈએ.
ફૂલનું શું કરવું?
પૂજા દરમિયાન આશીર્વાદ રૂપે નીચે પડેલા ફૂલને તમારે તમારી પાસે સંભાળીને રાખવું જોઈએ. આ ફૂલને એક સ્વચ્છ લાલ કપડામાં 1 રૂપિયાનાં સિક્કા અને થોડા ચોખ્ખાં સાથે બાંધીને તિજોરીમાં મૂકવું. આવું કરવાથી સાધકનાં જીવનમાં ક્યારેય પણ ધનની કમી આવતી નથી.
દીવાની જ્યોત પણ આપે છે સંકેત
પૂજા દરમિયાન માત્ર ફૂલ પડવું જ નહીં પણ પૂજાનાં દીવાની જ્યોતના આકારથી પણ તમને અનેક સંકેતો મળે છે. જ્યારે જ્યોત ઉપર તરફ ઊંચે જાય છે ત્યારે સમજવું કે તમારી પૂજા સફળ થઈ છે. આ સાથે જ પૂજા દરમિયાન વ્યક્તિની આંખમાંથી આંસૂ પડવું પણ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમારા જીવનમાંથી જલ્દી કષ્ટ દૂર થઈ જશે.