ભાવનગરના ગારિયાધારમાં શાળાનાં શિક્ષકની વિદાય પ્રસંગે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો વચ્ચે પ્રેમસભર દ્રશ્યો સર્જાયા હતા. ગારીયાધારમાં સુરનિવાસ ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની બદલી થયા શિક્ષકની વિદાય વેળાએ વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
શિક્ષક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા
સુરનિવાસ ગામે સુરનિવાસ પ્રાથમિક શાળામાં 8 વર્ષથી ફરજ બજાવતા ધવલભાઈ જોષી નામનાં શિક્ષકની આજ રોજ વિદાય થઈ રહી હતી. ત્યારે શાળામાં તેમનો વિદાય સમારંભ યોજયો હતો. વિદાય સમારંભમાં શિક્ષકને વિદાય આપતી વેળાએ વિદ્યાર્થીઓએ શિક્ષકને રડતા રડતા વિદાય આપતો વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયો હતો.
હવામાન વિભાગની નવી ઘાતક આગાહી, 8 રાજ્યોમાં મેઘો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
અગાઉ દોલપુર પ્રાથમિક શાળાનાં શિક્ષકની બદલી થઈ હતી
અગાઉ અરવલ્લી જિલ્લાની દોલપુર પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં તેમના વિદાય સમારંભમાં આખી શાળા હીબકે ચડી હતી. શિક્ષકની વિદાય વખતે બાળકો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. તો શાળાના અન્ય કર્મચારીઓ પણ શિક્ષકને ભેટીને રડી પડ્યા હતા.