જો તમે પણ ટેકસ નહીં ભર્યો હોય તો દુકાન અને રેસ્ટોરન્ટની ગમે ત્યારે હરાજી થઈ જશે, અમદાવાદનું તંત્ર હવે આરપારના મૂડમાં

Lok Patrika Desk
By Lok Patrika Desk
AMC
Share this Article

અમદાવાદ મનપામાં પ્રોપર્ટી ટેક્ષ ભરવાનું ટાળનારા મોટી રકમના ડિફોલ્ટર્સ સામે હરાજી કરવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેમજ દરરોજ ડિફોલ્ટર્સ સામે મનપાએ લાલ આંખ કરી છે. ગુરૂવારે ટેક્ષ ન ભરનારા ઉત્તર-પશ્ચિમ ઝોનની નવ મિલકતોને મનપાએ હરાજી માટેની અંતિમ નોટિસ ફટકારી હતી. જ્યારે આજે દક્ષિણ ઝોનની કુલ 30 લકત સામે મનપા આકરા પાણીએ આવ્યું છે. તમામ કોમર્શિયલ મિલકતોનો આશરે રૂપિયા 3.95 કરોડનો ટેક્ષ બાકી છે જે મનપાના ચોપડે ઉધાર બોલે છે જેને લઈ મનપામાં સાત દિવસમાં તેની ભરપાઈ નહીં કરાય તો તમામ મિલકતોનો મહેસૂલી રેકોર્ડમાં બોજો નોંધાવીને તેની જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે.

AMC

ડિફોલ્ટર્સ સામે મનપાની લાલ આંખ

દક્ષિણ ઝોનમાં અગાઉ પણ 15 કોમર્શિયલ મિલકતના ડિફોલ્ટર્સ સામે મનપાએ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે. તમામ મિલકતનો રૂપિયા 2.87 કરોડનો ટેક્ષ મનપાના ચોપડે બાકી બોલાય છે. તેમજ વધુ 30 કોમર્શિયલ મિલકતના સત્તાવાળાઓનો મનપાએ વારો કાઢ્યો છે. વટવાના ભોઈવાસના ગોડાઉન-ઓફિસનો રૂપિયા 63.65 લાખનો ટેક્ષ બાકી, બહેરામપુરાના કાંકોરીવાલા કંપાઉન્ડની ફેક્ટરીનો રૂપિયા 17.49 લાખનો ટેક્ષ બાકી, બહેરામપુરાના કાયરીવાલા કંપાઉન્ડના સ્ક્રીન પ્રિન્ટિંગનો રૂપિયા 11.42 લાખનો ટેક્ષ બાકી, વટવાની પટેલ રાઈસ સામેના ગોડાઉનનો રૂપિયા 36.74 લાખનો ટેક્ષ બાકી, વટવાની મમતા સોસાયટીના 40/1/એના દુકાન-ગોડાઉનનો રૂપિયા 17.92 લાખનો ટેક્ષ બાકી, ઈસનપુરના હરિકૃષ્ણ એસ્ટેટના ડી/5+6નાં દુકાન-ગોડાઉનનો રુપિયા 11.19 લાખનો ટેક્ષ બાકી, વટવાની પટેલ રાઈસ મિલ સામેના ગોડાઉનનો રૂપિયા 36.74 લાખનો ટેક્ષ બાકી, ઘોડાસરની જશોદાનગર ક્રોસ વે ચોકડીની રેસ્ટોરન્ટનો રૂપિયા 7.53 ટેક્ષ બાકી, ઘોડાસરના કેડિલા રોડ પરની સંદીપ ટ્રેડર્સ C-1ની દુકાનનો રૂપિયા 3.92 લાખનો ટેક્ષ બાકી, મણિનગરના ભૈરવનાથ રોડના આકૃતિ ફ્લેટ્સની દુકાનનો રૂપિયા 9.60 લાખનો ટેક્ષ બાકી, દાણીલીમડાના ચંડોળા તળાવ સામેના ઓફિસ અને ગોડાઉનનો રૂપિયા 18.32 લાખનો ટેક્ષ બાકી, ઈસનપુરના ઘનશ્યામ એસ્ટેટના ગોડાઉન નં.11ની દુકાનનો રૂપિયા 9.94 લાખનો ટેક્ષ બાકી, કમોડના AR નં. 619ના પોલ્ટ્રીફાર્મનો રૂ. 5.56 લાખનો ટેક્ષ બાકી, AR નં. 618ના પોલ્ટ્રીઉફાર્મનો રૂપિયા 9.06 લાખ અને AR નં. 618-1ના પોલ્ટ્રીફાર્મનો રૂપિયા 1.28 લાખનો ટેક્ષ હજુ મનપામાં ભરવાનો બાકી નિકળે છે.

AMC

કેટલા દુકાનદારોનો કેટલો ટેક્ષ બાકી

ઉલ્લેખનીય છે કે, નારોલની આશરા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટની શોપનો રૂપિયા 14.96 લાખનો ટેક્ષ બાકી, નારોલ હાઈવે પર આવેલી સર્વોદય એસ્ટેટમાં દુકાનનો રુપિયા 10.96 લાખનો ટેક્ષ બાકી, ઈસનપુરના ઘનશ્યામ એસ્ટેટના ગોડાઉન નં. 13ની દુકાન અને ગોડાઉનનો રૂપિયા 13.62 લાખનો ટેક્ષ બાકી, ઘોડાસર રોડ પર આવેલા આવકાર હોલ સામે આવેલા કેશુભાઈ કોમ્પ્લેક્ષના સેલર-2ની ઓફિસનો રૂપિયા 6.75 લાખનો ટેક્ષ હજુ બાકી છે જે મનપામાં ભરાયો નથી અને નારોલના ગુજકોમાસોલની પાછળ આવેલા શ્રીનાથ એસ્ટેટ-3ના પ્લોટ નં.61ની દુકાન-ગોડાઉનનો રૂપિયા 5.08 લાખનો પ્રોપર્ટી ટેક્ષ મનપાના પ્રોપર્ટી ટેક્ષ વિભાગમાં જમા થયો નથી.


Share this Article
TAGGED: , ,