હવામાન વિભાગની હજુ ચાર દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી, રાજ્યના કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે ચોમાસા જેવો માહોલ પણ સર્જાઈ શકે

Lok Patrika Desk
By Lok Patrika Desk
imd
Share this Article

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે પરંતુ પાછલા અઠવાડિયે અને ગઈકાલે જે રીતે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો તેમાં આજે તથા આગામી દિવસોમાં ઘટાડો થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલીક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

imd

imd

ડૉક્ટર મનોરમા મોહંતીએ સોમવારે કરેલી આગાહીમાં રાજ્યમાં સામાન્યથી હળવા વરસાદની સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે તેમણે કેટલાક ભાગોમાં હવાનો જોર પણ વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. 40 કિલોમીટરની ગતિ સાથે પવન ફૂંકાવાની સંભાવના થંડરસ્ટ્રોમ એક્ટિવિટી દરમિયાન વ્યક્ત કરવામાં આવી છે.

imd

3 અને 4 તારીખે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગરમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન હળવા વરસાદની સાથે ક્યાંક થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની પણ આગાહી છે.

ધો.12 સાયન્સનું પરિણામ જાહેરઃ મોરબી 83.22 ટકાના પરિણામ સાથે રાજ્યમાં મોખરે, 3 દિવસ બાદ સ્કૂલમાંથી મળશે માર્કશીટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળશે રાહત? હાઇકોર્ટમાં આજે ફરી હાથ ધરાશે સુનાવણી, જસ્ટિસ હેમંત પ્રચ્છકની બેંચ સુનાવણી હાથ ધરશે

હવામાન વિભાગની હજુ ચાર દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી, રાજ્યના કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે ચોમાસા જેવો માહોલ પણ સર્જાઈ શકે 

તારીખ 5મી મેના રોજ પણ અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા અને ભરૂચ તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને રાજકોટમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આ તારીખે પણ હળવા વરસાદ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.


Share this Article