કાલથી ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવશે, નવી આગાહીથી ચારેકોર ફફડાટ, તમે પણ ચામડી દઝાડતા તાપ માટે તૈયાર રહેજો

Lok Patrika Desk
By Lok Patrika Desk
SUMMER
Share this Article

રાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજી આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. ત્યારે મંગળવારથી અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ગુજરાતીઓ ફરીથી ગરમીમાં તપવા માટે તૈયાર રહેજો.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, સોમવારે પાટણ, મહેસાણા અને અમદાવાદના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

SUMMER

સોમવારે તાપી, દાહોદ, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે. 5 દિવસ બાદ ગરમીના પારામાં વધારો થશે. ઉપરાંત 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. મોટાભાગના જીલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે. 9 મેથી અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી રહેવાની શક્યતા છે.

SUMMER

અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. આ સાથે તેમણે ચોમાસા અંગે સારા સંકેતો આપ્યા છે. તેમણે પ્રકૃતિમાં થઈ રહેલા ફેરફારોને જોતા ચોમાસાના સારા ચિહ્નો દેખાઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું છે.

SUMMER

સોમવારે ગરમીના આંકડાની વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં. 40.5 ડિગ્રી, રાજકોટમાં 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બાકીના સ્થળે 35થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

SUMMER

પાટણ જિલ્લાના ખેડૂતોએ કરેલા વિવિધ પાકો પર કુદરત રુઠતા ચાર ચાર કમોસમી માવઠા વરસ્યા હતા. ત્યાર બાદ સરકાર દ્વારા સર્વે પણ કરવામાં આવ્યું પરંતુ સર્વે કર્યા બાદ જિલ્લાના માત્ર ચાર તાલુકાઓ પાટણ, સમી, સંખેસ્વર અને સાંતલપુરમાં સહાય મજુર કરી જેમાંથી અન્ય પાંચ તાલુકાને બાકાત રખાયા છે. ત્યારે હારીજ તાલુકામાં પણ કમોસમી વરસાદમાં મોટા ભાગના ખેડૂતોના ખેતરોમાં વાવેલ પાકમાં નુકસાન વેઠયું હતું પરંતુ હારીજ તાલુકાને સહાયમાંથી બાકાત રખતા ખેડૂતોમાં સહાયની માંગ ઉઠી છે.


Share this Article
TAGGED: , ,