Gujarat News: આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. નર્મદા, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. તો વળી વલસાડ, સુરત, ડાંગમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ પણ છે. અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદ પડશે. આ સાથે જ આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.
વરસાદને લઈને ગુજરાત (gujarat) રાજ્યમાં અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહીને ઘણી સચોટ માનવામાં આવે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એક વખત આગાહી કરી દે પછી એ પ્રમાણે હવામાનને લગતી વિવિધ ઘટનાઓ બનતી હોય છે.
આંબલાલ પટેલની આગાહી ફરી એક વખત થઈ ચૂકી છે. સપ્ટેમ્બર મહીનાને લઈને અંબાલાલે આગાહી કરી છે. જે ખેડૂતો, માછીમારો સહિત ઘણા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ આવ્યો છે.
આ અંગેની આગાહી પણ તેમણે અગાઉ કરી જ હતી. સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી લોકોને આકરી ગરમી અને બફારામાંથી રાહત મળી છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે.
હવામાન વિભાગની ઘાતક આગાહી, આજે 4 જિલ્લામાં બારે મેઘ ખાંગા, આખું ગુજરાત મેઘરાજાની લપેટમાં આવી જશે
ત્યાં જ રાજ્યના 5 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ડાંગના સુબિર, આહવામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. માંગરોળમાં 2 ઈંચ, વાંસદા, વઘઈ, સોનગઢ, ચીખલીમાં 1.5 ઈંચ, ધરમપુર, ઉચ્છલમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. તો વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.