Gujarat News: ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે હવે આ વિદ્યાર્થીઓ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે ગાંધીનગર શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં વધારો કર્યો છે
ઉલ્લેખનીય છે કે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે. પરંતુ પરીક્ષા ફીમાં વધારો થવાથી લાખો વિધાર્થીઓને અસર થશે. ધોરણ 10-12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા ફીમાં કેટેગરી વાઈઝ વધારો કરવામાં આવ્યો છે.
શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલા ફીમાં વધારા વિશે વિગતવાર વાત કરીએ તો ધોરણ 10ની ફી 355 રૂપિયાથી વધારીને 399 રૂપિયા કરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 13 કેટેગરી આવેલી છે. કેટેગરી વાઈઝ લઘુત્તમ રૂ.15થી 40 સુધીનો વધારો કરાયો છે.
એક સમયે મુકેશ અંબાણી કરતા પણ વધુ અમીર હતો આ શખ્સ, ખરાબ દિવસો આવ્યા તો પોતાના ઘરેણાં પણ વેચવા પડ્યા
સોનાના ભાવમાં મોટો કડાકો, આસમાનથી સીધા જમીન પર ભાવ આવી ગયા, જાણો એક તોલાના હવે કેટલા આપવાના?
એ જ રીતે ધોરણ 12 સાયન્સમાં નિયમિત ફી રૂ.655થી વધારી રૂ.665 કરાઈ છે. તો ધોરણ 12 કોમર્સમાં નિયમિત ફી રૂ.490થી વધારીને રૂ.540 કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડાન સચિવ એન.જી વ્યાસ દ્વારા જાહેર કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ- 2024ની પરીક્ષા તારીખ 11/03/2024થી તારીખ 26/03/2023 દરમિયાન લેવામાં આવશે.