Gujarat News: આમ જોવા જઈએ તો ગામે ગામ અને જિલ્લામાં દરેક શેરીએ એક એક દવાખાનું જોવા મળી રહ્યું છે. પરંતુ હવે જે આંકડા સામે આવ્યા એમાં બહાર આવ્યું છે કે સરકારી દવાખાનામાં ડોક્ટરની અછત છે અને ડોક્ટરો નોકરી છોડી રહ્યા છે. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર્સની અછત હોવાનું સામે આવતા જ લોકો વિશ્વાસ નથી કરી શકતા.
આખી વાત કરીએ તો મામલો એવો છે કે રાજ્યની અનેક સરકારી હોસ્પિટલોમાં 1327 ડૉક્ટરની અછત છે. એમાં પણ પેરામેડિકલ સ્ટાફની 2 હજાર પોસ્ટ ભરાઈ નથી. આ તરફ ચિંતાજનક વાત તો એ છે કે, રાજ્યમાં 546 ડૉક્ટરોએ સરકારી નોકરી છોડી દીધી છે. આ તરફ વર્ગ 1 ડૉક્ટરની 637 જગ્યાઓ ખાલી તો તબીબી અધિકારી વર્ગ 2 ની 630 જગ્યા ખાલી છે કે જ્યાં કોઈ આવતું કેમ નથી એ મોટો સવાલ છે. કારણ કે સારો સારો પગાર ઓફર કરવા છતાં પણ ડોક્ટરોને પ્રાઈવેટ દવાખાનામાં વધારે રસ હોય એવું જોવા મળી રહ્યું છે.
સરકારે ત્રણ વર્ષમાં 2,653 બોન્ડેડ તબીબોને અલગ-અલગ જિલ્લામાં મૂકવામાં આવ્યા હતા. જે બાદમાં માત્ર 797 ડોક્ટર્સ જ હાજર થયા તો 1,856 ડોક્ટરોમાંથી 546 લોકોએ પોતાની 5 લાખની બોન્ડની રકમ જમા કરાવી નોકરી ન કરવાનો નિર્ણય કર્યો હતો.
શા માટે દર દિવાળીએ દેવી લક્ષ્મીની નવી મૂર્તિ ખરીદવી જરૂરી છે? તમે ના ખરીદતા હોય તો શરૂ કરી દેજો
શા માટે દર દિવાળીએ દેવી લક્ષ્મીની નવી મૂર્તિ ખરીદવી જરૂરી છે? તમે ના ખરીદતા હોય તો શરૂ કરી દેજો
દિવાળી સુધી દરરોજ ખરીદી માટે શુભ મુહૂર્ત, દરરોજ રાજયોગનો સંયોગ, મા લક્ષ્મી સંપત્તિનો ઢગલો કરશે
તો વળી એમાં પણ ચોંકાવનારી વિગતો એવી છે કે આ 546 ડોક્ટરોએ 5 લાખની બોન્ડની રકમ પેટે કુલ 27.30 કરોડ જમા કરાવ્યા હતા. આ તરફ હવે 1,310 ડોક્ટર્સ એવા છે કે, જેમણે નોકરી પણ નથી સ્વીકારી અને બોન્ડ પણ નથી ભર્યા. રાજ્યમાં સૌથી વધુ ડોક્ટર્સની ઘટ એ દાહોદ જિલ્લામાં છે. આ સાથે CHCમાં સૌથી વધુ 448 અને PHCમાં 273 જગ્યા ખાલી છે.