અંબાલાલ પટેલ અને હવામાન ખાતાની આગાહી, રાજ્યમાં કમોસમી વરસાદના એંધાણ, વાતાવરણમાં એકાએક પલ્ટો, આ તારીખે પડશે વરસાદ

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather: રાજ્યમાં ભર શિયાળે ફરી એક વાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ધરતીના તાત એવા ખેડૂતોમાં ફરી ચિંતાનો મોજું ફરી વળી ગયું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે.

આગામી બે થી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાં પણ વ્યક્ત કરાઈ છે. તેમજ કડકડતી ઠંડીથી લોકોને રાહત પણ મળી શકે છે. તેમજ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે.

કયા જિલ્લામાં આવશે માવઠું

તેમજ હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરી સોમવારે સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું.

હાડથીજવતી ઠંડીનો અનુભવ

તેમજ 9 જાન્યુઆરીના રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં જાન્યુઆરીના છેલ્લા 3 દિવસથી હાડથીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે આગામી દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે.

તમને જણાવી દઈએ કે આજે એટલે કે સોમવારે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વહેલી સવારથી વલસાડ જીલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. તો તિથલ તેમજ આસપાસનાં વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો.

અંબાલાલ પટેલમા સચોટ આગાહી

આ બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, 8 થી 9 જાન્યુઆરી દરમ્યાન રાજ્યમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે દેશનાં પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા પણ થઈ શકે છે.

નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું

માફી.. માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ માગી માફી, કહ્યું- ભારત વિના અમે આગળ વધી શકીએ એમ નથી

કેવી રીતે થશે રામના દર્શન, શું છે આરતીનો સમય? અહીં જાણો રામ મંદિર સાથે જોડાયેલા દરેક સવાલનો સાચો જવાબ

માલદીવને ભારતનો ગુસ્સો ભારે પડશે, EaseMyTrip એ તમામ ફ્લાઈટ બુકિંગ કેન્સલ કર્યા, હવે કરશે મોટું કામ

રવિવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં 13.7 ડિગ્રી, તો વડોદરામાં 15.2 ડિગ્રી, ભુજનું 12.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, રાજકોટમાં 12.3 ડિગ્રી તો નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


Share this Article