World News: યુક્રેનની રાજધાની કિવ નજીક બે L-39 કોમ્બેટ ટ્રેનર એરક્રાફ્ટ વચ્ચે હવામાં અથડાતા ત્રણ પાઇલોટના મોત થયા હતા. યુક્રેનની વાયુસેનાએ શનિવારે આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે લડાઇ મિશન દરમિયાન બની હતી. યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે 25 ઓગસ્ટે કિવથી લગભગ 140 કિલોમીટર પશ્ચિમમાં ઝાયટોમીર શહેરની નજીક વિમાન ક્રેશ થયું હતું.
બે L-39 કોમ્બેટ ટ્રેનર એરક્રાફ્ટ એક કોમ્બેટ મિશન દરમિયાન અથડાયા હતા. યુક્રેનના સંરક્ષણ અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ત્રણ લશ્કરી પાઈલટમાં યુક્રેનિયન આર્મી ઓફિસર એન્ડ્રે પિલશ્ચિકોવ (સેકન્ડ ક્લાસ પાઈલટ) પણ સામેલ હતા. તેઓ ‘જૂસ’ તરીકે જાણીતા હતા.
તેમણે કહ્યું કે ‘જૂસ’ એ સંપૂર્ણ સમર્પણ સાથે દેશની સેવા કરી છે. અમે મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે તેમની સેવા માટે આભારી છીએ. તેને સ્વર્ગ અને પૃથ્વી બંને પર યાદ કરવામાં આવશે. આ ઘટના પર દુખ વ્યક્ત કરતા યુક્રેનિયન એરફોર્ટે લખ્યું, “અમે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.” તે આપણા બધા માટે અપૂર્વીય ખોટ છે. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
ઓછા બજેટમાં આટલી મોટી સફળતાથી દુનિયા પણ આશ્ચર્યચકિત થઈ, ઈસરોએ કેવી રીતે કરી બતાવી આ અજાયબી?
શાહરૂખ સલમાન પણ જોતા રહી ગયા, ગદર-2 હિટ થયા બાદ સની દેઓલની ફીમાં તોતિંગ વધારો, જાણો હવે કેટલા લે છે!
બહેન જો રક્ષાબંધનના દિવસે આ એક ઉપાય કરી નાખે તો ભાઈ બની જશે કરોડપતિ, જલ્દી જાણી લો
તમને જણાવી દઈએ કે યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર રશિયાના આક્રમણ બાદથી બંને દેશોની સેનાઓ એકબીજા પર હુમલા કરી રહી છે. અત્યાર સુધી આ યુદ્ધમાં રશિયા જીત્યું છે અને યુક્રેન હાર્યું નથી. બંને દેશો વચ્ચે આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે તે કહેવું મુશ્કેલ છે. યુક્રેનને પશ્ચિમી દેશો તરફથી સતત મદદ મળી રહી છે. આની મદદથી તે હજુ પણ આ યુદ્ધમાં ઊભો છે.