ગુજરાતમાં દારૂબંધીના વાતો વચ્ચે બેફામ દારૂ બને છે અને પીવાય પણ છે. આ મામલે છાસવારે અનેક વખત પોલીસ દ્વારા દારૂના મસમોટા જથ્થા ઝડપાયા છે. ઉલ્લેખનિય છે કે, દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ હોવાની વાતો જાણવા મળી રહી છે. આવી સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આવો એક વીડિયો રાજકોટમાં વાયરલ થયો છે. જેમાં પોલીસની આબરૂના ધજાગરા થઈ રહ્યાં છે. રાજકોટના રહેંણાક વિસ્તરામાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનું વીડિયોમાં જોવા મળે છે તથા લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો
અદાણીએ એક કલાકમાં 52000 કરોડ ગુમાવ્યા, એક સમાચારે વાટ લગાવી દીધી, ફરીથી અમેરિકાએ ધુંબો માર્યો
ભારતમાં જ આવું બને હોં, આ ATMમાંથી 5 ગણા પૈસા નીકળવા લાગ્યા, લોકો 5000ના બદલે 25000 લઈને ઘરે ભાગ્યાં
ખુલ્લા જગ્યામાં જામી હતી દારૂની મહેફિલ
રાજકોટમાં દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યો છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વીડિયો કોઠારિયા વિસ્તારમાં ખોખડદડ નદી પાસેનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યા દેશી દારૂ ખુલ્લેઆમ વેંચાતો હતો અને બંધાણીઓ બેફામ દારૂ પીતા પણ હતા. ખાસ વાત તો એ છે કે કડક કાર્યવાહીના દાવા કરતી પોલીસની દારૂ વેંચવાવાળાને કે પીવાવાળાને જાણે કોઈ ડર જ ન હોય તે વીડિયોમાં જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે દારૂ અંગે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરતા અનેક વીડિયો ભૂતકાળમાં પણ સામે આવ્યા છે.