હાલમાં ખાખીને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે અને જેની ચર્ચા આખા રાજ્યમાં થઈ રહી છે. કારણ કે પોલીસને ગુના થતાં અટકાવવાના હોય અને હવે ગાંધીના દારુબંધી વાળા ગુજરાતમાં જો PSI જ દારુના નશામાં પોલીસ સ્ટોશનમાં ફરતો હોય તો કાયદા પર ભરોસો કેમ મુકવો એ એક મોટો સવાલ બની જાય છે. આ બધું એટલે કહેવું પડે છે કારણ કે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર રહેલા PSI બીજેન્દ્ર સિંહે ચૌહાણ દારુના નશાની હાલતમાં ઝડપાયા છે અને ચારેકોર હાહાકાર મચી ગયો છે.
પોલીસ સ્ટેશનમાં જે ઘટના બની એના માટે દીવા તળે જ અંધારું હોય એવું કહીએ તો ખોટું ન પડે. નશાની હાલતમાં PSI બિજેન્દ્રસિંહે મીડિયાકર્મીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે અને હવે પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કિસ્સામાં જે પણ ગુનેગાર હશે એને સજા પણ થશે એવું કહેવાય રહ્યું છે. નશીલા પાદર્થનું સેવન કરેલું હોય તેવી હાલતમાં રાજકોટ પોલીસ કમિશનર ઓફિસમાં જ PSIની ગેરવર્તણૂક સામે આવતા લોકોમાં અનોખો રોષ ફાટી નીકળ્યો છે. જો કે હાલમાં PSIને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે.
જે નશામાં હતા એ PSI બિજેન્દ્રસિંહે લોકો સાથે તો ઠીક પણ મીડિયાકર્મીઓ સાથે પણ ગેરવર્તન કરી ઉંધા જવાબો આપ્યા હતા. હવે સમગ્ર ઘટનાને લઈ PSIને પ્રદ્યુમન નગર પોલીસ મથકે તાત્કાલિક લઈ જવામાં આવ્યા છે અને ત્યાં એમની કાયદાકીય રીતે પૂછપરછ શરૂ કરવામાં આવશે.
આ બેંકની ખુલી છૂટ, કહ્યું- અમે હજુ પણ અદાણીને જેટલી જોઈએ એટલી લોન આપશું, લાખો ગુજરાતીઓના ખાતા છે!
SRP 13 ગ્રુપના બ્રીજેન્દ્રસિંહ કિસનસિંહ ચૌહાણ છે એવું હાલમાં સામે આવ્યું છે. પોલીસ કમિશનર ઓફિસના ગેટ નંબર-3 પર ફરજ દરમિયાન કેફી પાદર્થ સેવન કર્યું હોવાની માહિતી મળી રહી છે. પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા PSI ખાખી કપડાં ઉતારી નાખ્યા છે અને હવે સાદા કપડાં પહેરાવામાં આવ્યાં છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કાયદાકીય રીતે આ અધિકારીને કોઈ સજા થાય છે કે કેમ?