હવે તો ગુજરાતીઓ પર નક્કી કુદરત રૂઠી હોય એવું લાગે છે. દર બે દિવસે કોઈને કોઈ જગ્યાએથી હાર્ટ એટેકના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે આવી જ એક નઠારી અને દુખદ ઘટના સુરતમાંથી સામે આવી છે. આ વાત સાંભળીને કરોડો ગુજરાતીઓના હૈયા કંપી ઉઠ્યા છે. દીકરાની છઠ્ઠીના દિવસે દીકરાનું નામ કરણ થઈ રહ્યું હતું. આ વચ્ચે નાચતા નાચતા અચાનક પિતાનું મોત થઈ ગયું હતું.
આખું ઘર ખુશી મનાવી રહ્યું હતું અને આ પ્રસંગે જોત જોતામાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો. સુરતના કોસાડ ગામમાં રહેતા કિરણ ઠાકુર ઘરે તાજેતરમાં જ દીકરાનો જન્મ થયો હતો. ગઈકાલે દીકરાની છઠ્ઠીના પ્રસંગે નામકરણ કરવામાં આવી રહ્યું હતું. ઘરે બધા મહેમાનો હતો. ઘરમાં ખુશીનો માહોલ હતો.
જ્યારે કિરણભાઈના ઘરે બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે જ નાચતાં નાચતાં અચાનક પિતા કિરણ ઠાકુર બેભાન થઇ ગયા હતા. જે બાદ બેભાન થયેલા કિરણભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ કિરણભાઈને મૃત જાહેર કર્યા હતા. દુર્ઘટનાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
PHOTOS: આ અબજોપતિ વાળંદ પાસે છે 400થી વધુ કાર, બાળપણમાં અખબારો વેચ્યા, આ રીતે નસીબ ચમક્યું
iPhone 14 અને iPhone 13 બંધ થઈ જશે! Appleનો સ્ટોક સમાપ્ત, અચાનક કિંમતમાં મોટો ઘટાડો
અમદાવાદની 17 બેંકોમાંથી અધધ.. 14.31 લાખની નકલી નોટો ઝડપાતા ખળભળાટ, સામાન્ય માણસને શું આશા રાખવાની?
એકબાજુ દીકરાના જન્મની ખુશી હતી અને એમાં જ આવો પ્રસંગ બનતા દુઃખ વ્યાપી ગયું છે. આ ઘટનામાં પિતા કિરણ ઠાકુરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવશે, પરંતુ હાલમાં પરિવારને મોંમાથી કોળિયો પણ ઉતરતો નથી.