સુરતમા પોલીસની દાદાગીરી સામે આવી છે. શહેરના ભાઠે વિસ્તારમા બે પોલીસે વ્યવસ્થાના નામે એક યુવકને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે રોષનો માહોલ છે. યુવકને નિર્દયતાથી ઢસડી ઢસડીને માર મારતા પોલીસ CCTVમાં કેદ થઈ જતા સમ્ગ્ર મામલો ખુલ્લો પડ્યો છે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો ન્યૂ યરને લઈને સુરત પોલીસ ફરજ પર હતી અને આ દર્મિયાન મોડીરાત્રે તેઓ ઉધના નીકળ્યા. પોલીસને જોતા કેટલાક યુવકો ડરના લીધે દોડ્યા.
યુવકને નિર્દયતાથી ઢસડી ઢસડીને માર્યો
આ દરમિયાન જ બે પોલીસે એક યુવકને પકડી લીધો દંડા ફટકારવા લાગ્યા. આ સિવાય રાહદારી પાસેથી પૈસાની માંગણી થઈ હોવાના આરોપ પણ લાગી રહ્યા છે. આ સમગ્ર ઘટના અંગે વાત કરતા યુવકે કહ્યુ કે અમે પોલીસને આજીજી કરી કે અમે ગરીબ માણસ છીએ અમને ઘરે જવા દો પણ પોલીસ અમને પોલીસ સ્ટેશન લઇ જવા માંગતી હતી. તેમણે કહ્યુ કે તમારી પાસે જે કેસ હોય તે આપી દે તો છોડી દઈએ અને અમારી પાસે કેસ ન હતી. આ બાદ અમે ATMમાંથી પૈસા કાઢી પોલીસને આપ્યા ત્યારે છોડવામા આવ્યા.
CCTVમાં કેદ થઈ ઘટના
જો કે આ સમગ્ર મામલે સુરત ડીસીપીએ કહ્યુ છે કે ઉધના પોલીસ ભાઠેના વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી ત્યારે રિક્ષામાં બે વ્યક્તિ દેખાતા વાન ઉભી રાખી. આ જોતા જ યુવકો ભાગયા જે બાદ એકને પોલીસે ઝડપી પાડ્યો. આ સિવાય યુવક પોલીસને સહયોગ કરી રહ્યો ન હોવાની વાત પણ તેમણે કહી. જો કે હવે પોલીસ કમિશનરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે પરતુ પોલીસની આવી દાદાગીરી સામે આવતા પ્રજા નારાજ છે.