રાજકીય ગલીઓમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની એકાએક તબિયત લથડી છે. ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મોડી રાત્રે બે વાગ્યા આસપાસ એકાએક તેમને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તબીબી તપાસ દરમિયાન તેમને નળીમાં બ્લોકેજ માલુમ પડતાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે.
હાલમાં માહિતી મળી રહી છે કે તબીબોની વિશેષ ટીમ તેમની સારવાર કરી રહી છે. સાંજે 4 વાગ્યા બાદ ચુડાસમાની બાયપાસ સર્જરી કરવામાં આવશે એવું પણ કહેવામાં આવે છે. સર્જરી બાદ તેમને 3 દિવસ સુધી આઈસીયુમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે.