યુક્રેનની તબાહી શરૂ, રશિયાએ 11 શહેરો પર મિસાઈલનો ઢગલો ફેંકી વિસ્ફોટ કર્યો, જ્યાં જુઓ ત્યાં લાશો જ લાશો!

Lok Patrika
By Lok Patrika
Share this Article

મિલિટ્રી કમાન્ડના અહેવાલ પ્રમાણે યુક્રેન પર બીજી વખત મિસાઈલ સ્ટ્રાઈક્સ થઈ. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે કે યુક્રેનના અમુક સ્થળોએ યુક્રેને હથિયારો ત્યજી દીધા છે. સૈનિકોએ પાસે શસ્ત્ર-સરંજામ ખૂટી પડતા અને સામે પક્ષે રશિયા તરફથી ભારે લડત મળતા અમુક શહેરોમાં યુક્રેન સેનાએ શરણાગતિ સ્વીકારી હોવાના અહેવાલ વહેતા થયા છે. આરટી.કોમના હવાલે રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનના સૈનિકો શરણાગતિ સ્વીકારી રહ્યાં છે. અમારો આશય નરસંહારનો નથી અને આ વાત પર મક્કમ છીએ.

યુક્રેને ભારત પાસે માગી મદદ , વડાપ્રધાન મોદી રશિયાના વડા સાથે વાત કરે તેવી કરી માગ કરી હોવાના અહેવાલ છે. યુક્રેનના રક્ષામંત્રીએ લોકોને સેનામાં સામેલ થવા માટે વિનંતી કરી. આ ઉપરાંત યુક્રેન સરકાર માજી સૈનિકોને પણ હથિયાર આપશે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે કે યુક્રેનના અમુક સ્થળોએ યુક્રેને હથિયારો ત્યજી દીધા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સાથે જંગનુ એલાન કર્યા બાદ રશિયન આર્મી યુક્રેન પર ફરી વળવા માટે તૈયાર છે.

સામે પક્ષે રશિયા તરફથી ભારે લડત મળતા અમુક શહેરોમાં યુક્રેન સેનાએ શરણાગતિ સ્વીકારી છે. પુતિને ભલે દાવો કર્યો હોય કે યુક્રેનના આમ નાગરિકોને અમે ટાર્ગે્‌ટ નથી કરી રહ્યા પણ યુક્રેનના લોકોને નુકસાન થઈ રહ્યુ છે. રશિયાએ યુક્રેનના ૧૧ શહેરો પર હુમલો કર્યો છે.જેમાં રાજધાની કીવ અને બીજુ સૌથી મોટુ શહેર ખારકિવ પણ સામેલ છે.યુક્રેનના ઘણા શહેરોમાં ધડાકા થઈ રહ્યા છે.યુક્રે્‌નના ઓડેસા શહેરમાં સૌથી વધુ નુકસાન થયુ છે. યુક્રેને દેશમાં માર્શલ લો લાગુ કરી દીધો છે.

નાગરિકોને અપીલ કરી છે કે, ગભરાવાની જરુર નથી. યુક્રેનના રાષ્ટ્રપતિએ અમેરિકન પ્રમુખ સાથે તેમજ ફ્રાંસ અને તુર્કીના રાષ્ટ્રપ્રમુખો સાથે હુમલાની વચ્ચે વાત કરી છે. રશિયાની સાથે સાથે બેલારુસે પણ યુક્રેન પર હુમલો કર્યો છે.રશિયાના મિસાઈલ્સ યુક્રેન પર વરસી રહ્યા છે. વૈશ્વિક સમુદાયે શાંતિ માટેના અનેક પ્રયાસ કરવા છતાં પણ આખરે રશિયાએ યુક્રેન પર હુમલો શરુ કરી દીધો છે. યુક્રેન સેન્ટ્રલ મિલિટરી કમાન્ડના જણાવ્યા અનુસાર રશિયાએ દેશના કેટલાક એરપોર્ટ્‌સ પર બોમ્બ વરસાવ્યા છે.

જેમાં કિવ, નિકોલાએવ, રામાટોર્સ્‌ક, ખેરસન જેવા શહેરોમાં આવેલા એરપોર્ટ્‌સનો સમાવેશ થાય છે. યુક્રેનના ખારકિવ મિલિટરી એરપોર્ટ પર ધૂમાડાના ગોટેગોટા ઉડતા જાેઈ શકાયા હતા. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનના જણાવ્યા અનુસાર યુક્રેનના પૂર્વ ભાગમાં આવેલા ડોનબાસ પ્રાંતમાં આઝાદીની માગ કરી રહેલા લોકોને રક્ષણ પૂરું પાડવા મિલિટરી ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.


ભારતીય સમય અનુસાર સવારે છ વાગ્યે પુતિને મિલિટરી ઓપરેશન શરુ કરવાની જાહેરાત કરી હતી. છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. જાેકે, બંને દેશો વચ્ચે યુદ્ધ અટકાવવા માટે વૈશ્વિક સ્તરે પણ અનેક પ્રયાસ કરાયા હતા પરંતુ તેમ છતાંય રશિયાએ શરુઆતમાં યુદ્ધનો ઈનકાર કરી આખરે ૨૪ માર્ચે લશ્કરી કાર્યવાહી શરુ કરી દીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, રશિયાએ યુક્રેન બોર્ડર પર દોઢથી બે લાખ સૈનિકો તેમજ ભારે માત્રામાં શસ્ત્ર સરંજામ તૈનાત કર્યો છે.

અમેરિકા સહિતના દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપી છે પરંતુ પુતિને તેની કોઈ પરવાહ નથી કરી. બીજી તરફ, યુક્રેને કેટલાક રશિયન એરક્રાફ્ટ તોડી નાખવાનો અને રશિયાના ૫૦ જેટલા સૈનિકોને માર્યાનો દાવો કર્યો છે. યુક્રેનના ભારત સ્થિત રાજદૂતના જણાવ્યા અનુસાર, અત્યારસુધી યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી છે કે રશિયાના પાંચ જેટ, બે હેલિકોપ્ટર અને બે ટેંક તેમજ કેટલીક લશ્કરી ટ્રકોનો ખાતમો બોલાવી દીધો છે.

દેશના કેટલાક વિસ્તારોમાં હાલ લડાઈ ચાલી રહી છે, અને રાજધાની કીવની બહારના વિસ્તારમાં એક નાગરિકના મોતના પણ સમાચાર છે. યુક્રેનના સંરક્ષણ મંત્રીએ જે નાગરિક હથિયાર લઈ દેશ માટે લડવા માગતા હોય તેમને ટેરિટોરિયલ ડિફેન્સ ફોર્સિસમાં જાેડાવા હાંકલ કરી છે. આ બધા વચ્ચે રશિયન સૈન્યએ યુક્રેનમાં ઘૂસીને લુહાસ્ક પ્રાંતના બે શહેરોનો કબજાે લઈ લીધો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીયો હજુ પણ ફસાયેલા છે. રશિયાએ સવારે અચાનક હુમલો કરી દેતા ભારતીયોને લેવા ગયેલું એર ઈન્ડિયાનું પ્લેન ખાલી પાછું ફર્યું હતું. હાલ એવી સ્થિતિ છે કે યુક્રેનમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા બંધ થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રશિયાએ વહેલી સવારે હવાઈ હુમલા કર્યા બાદ ભારતીય સમયાનુસાર બપોરે બેલારૂસના સૈનિકો સાથે યુક્રેનની સરહદ ઓળંગીને બે શહેરો પર કબ્જાે જમાવતા અંતે યુક્રેન સૈનિકોએ પીછેહડ કરવી પડી છે.


ભારત સરકારે યુક્રેન ખાતે અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા વિશેષ વિમાનની વ્યવસ્થા કરી છે. જાેકે યુક્રેનમાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓ ૧૦૦ ટકા હાજરીના નિયમને લઈ મૂંઝવણ અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે જાે તેઓ ભારત આવી જશે તો હાજરીનો પ્રશ્ન કઈ રીતે ઉકેલાશે. સાથે જ અભ્યાસમાં જે ગુમાવવું પડશે તેની ભરપાઈ કેવી રીતે થઈ શકશે તેને લઈ વિદ્યાર્થીઓ દ્વારા યુક્રેન એમ્બેસીમાં રજૂઆત કરવામાં આવી છે.

યુક્રેન-રશિયા વચ્ચેના સંઘર્ષના કારણે અનેક કોલેજ દ્વારા ૧૫ દિવસની રજા જાહેર કરવામાં આવી છે પરંતુ એટલા દિવસ માટે ૧ લાખ રૂપિયાનો ખર્ચો કરીને યુક્રેન પરત ફરવું મોંઘુ પડે માટે સમસ્યા જણાઈ રહી છે. ગુરૂવારે સવારથી જ કીવના નોર્થ બ્રિજ પર ગાડીઓનો વિશાળ કાફલો પશ્ચિમ દિશા તરફ જતો જાેવા મળી રહ્યો છે. તેઓ સૌ પૂર્વમાં થઈ રહેલા વિસ્ફોટોથી દૂર ભાગી રહ્યા છે અને એવી સ્થિતિ સર્જાઈ છે કે, તમામ વાહનોના મોઢા પશ્ચિમ તરફ છે અને એક પણ કાર પૂર્વ તરફ જઈ રહેલી નથી જણાતી.


રશિયા યુક્રેનની સ્થિતિને લઈને ગુજરાત કંટ્રોલ રૂમનો નંબર જાહેરઃ – ૦૭૯-૨૩૨૫૧૯૦૦
યુક્રેનના થર્મલ પાવર પ્લાન્ટ પર રશિયા દ્વારા મોટો વિસ્ફોટ કરવામાં આવ્યો. આ સાથે જ યુક્રેનના ઈબાનો ખાતે પણ રશિયન મિસાઈલો દ્વારા હુમલો. યુક્રેનિઅન બોર્ડર ગાર્ડ દ્વારા આ અંગેનો એક વીડિયો પણ રીલિઝ કરવામાં આવ્યો છે જેમાં રશિયન મિલિટ્રીના વાહનો ક્રિમીયાના રસ્તે થઈને યુક્રેનમાં પ્રવેશતા જાેઈ શકાય છે.


યુક્રેનની સરકારે એ પણ સ્વીકાર્યું છે કે રશિયાના હવાઈ હુમલામાં દેશના મોટાભાગના બધા એરબેઝને નુકશાન થયું છે. મોટાપાયે ડિફેન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને હાનિ પહોંચી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઈમરજન્સી મદદ માટે એમ્બેસીમાં સંજય રાવત ૩૮૦૯૩૩૫૫૯૯૫૮નો સંપર્ક કરવો. લેન્ડલાઈન નંબર- ૩૮૦૪૪૪૬૮-૬૬૬૧ ૩૮૦૪૪૪૬૮-૬૨૧૯ યુક્રેનની સરકારે રશિયા દ્વારા સવારથી ચાલી રહેલ હુમલામાં ૧૦૦થી વધુ સૈનિકો અને કુલ નુકશાન ૩૦૦થી વધુ હોવાનો સ્વીકાર કર્યો છે.

સરકારે જનતાને અપીલ કરી છે કે સ્થિતિ હાલ કાબૂ બહાર છે. લોકો પોતાના ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે. અમે પણ રશિયાને વળતો જવાબ આપી રહ્યાં છીએ. બીજી તરફ જર્મનીએ રશિયાને તાત્કાલિક મિલેટ્રી કાર્યવાહી રોકવા કહ્યું છે. ચતુર રશિયાએ અમેરિકા, નાટો કે અન્ય કોઈ દેશ મદદે પહોંચે તે પહેલાં જ યુક્રેન પર ચડાઈ કરી છે. અહેવાલ અનુસાર હવાઈ ફાયરની સાથે હવે રશિયન આર્મી પણ યુક્રેનમાં ઘુસી છે. રશિયન ટ્રુપ બેલારૂસ બોર્ડરથી યુક્રેનની સરહદ ઓળંગીને અંદર ઘુસ્યા છે જ્યાં તેમને યુક્રેનની આર્મી વળતો પ્રહાર આપી રહી છે.


એક અહેવાલ અનુસાર બેલારૂસના સૈનિકો પણ યુક્રેન સામેના આ યુદ્ધમાં રશિયન મિલેટ્રીનો સાથ આપી રહ્યાં છે. રશિયાના ફાઈટર જેટે યુક્રેન સરહદમાં ઘુસીને બોમ્બ મારો કરતા સામે વળતો પ્રહાર કરતા યુક્રેન સેનાએ રશિયન જેટ અને હેલિકોપ્ટર તોડી પાડ્યાનો દાવો કર્યો છે. યુક્રેન મિલેટ્રીએ એક નિવેદનમાં કહ્યું કે અમે ૫ રશિયન જેટએરક્રાફ્ટ અને હેલિકોપ્ટર તોડી પાડ્યાં છે. આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની હાલ બેઠક ચાલું છે. જેમા રશિયાના પ્રતિનિધિએ કહ્યું કે, પુતિને જે સ્પેશિયલ ઓપરેશનનું એલાન કર્યું છે તે યુક્રેનના લોકોને બચાવા માટે કરવામાં આવ્યું છે. જેઓ વર્ષોથી તકલીફમાં છે.

અમે યુક્રેનમાં નરસંહાર બંધ કરવા માગીએ છે. બીજી તરફ આ મીટીંગમાં યુક્રેનનું કહેવું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જંગનુ એલાન કર્યું છે જેથી સંસ્થાની જવાબદારી છે કે જંગને રોકવામાં આવે. રશિયાએ કીવમાં બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝથી હુમલો કર્યો છે. સાથેજ તેણે યુએનમાં એવું કહ્યું કે યુક્રેનના લોકોને બચાવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેન સામે યુદ્ધ છેડ્યાં બાદ અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયાને ચેતવણી આપતા કહ્યું છે કે, રશિયા કાર્યવાહી રોકે અથવા તો બાદમાં થનાર કોઈ પણ નરસંહાર માટે તે જ જવાબદાર રહેશે.


આગામી ટૂંક સમયમાં રશિયા પર અમે અને સમગ્ર વિશ્વ ભારે પાબંદી લાદવા જઈ રહ્યાં છીએ તેમ બાઈડને કહ્યું છે. યુક્રેન પર હુમલા બાદ રશિયાના ડિફેન્સ અધિકારીઓ અને રાષ્ટ્રપતિ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમારો ઉદ્દેશ્ય યુક્રેનને જીતવાનો કે તેને હરાવવાનો નથી.અમે પણ નથી ઈચ્છતા કે નિર્દોષ લોકોના મોત થાય. રશિયાની સેનાએ કહ્યું કે અમારો ટાર્ગેટ માત્ર યુક્રેનના એર અને મિલેટ્રી બેઝ જ છે. અમે યુક્રેનના કોઈપણ સામાન્ય જનજીવન ધરાવતા વિસ્તારને ટાર્ગેટ નથી કર્યો. અમારો ઉદ્દેશ્ય માત્ર યુક્રેનના મિલેટ્રી ઈન્ફ્રાસ્ટ્રકચરને નેશોનાબૂદ કરવાનો જ છે.


રશિયાએ દેશની સાર્વભૌમિકતાની સુરક્ષાને ખતરો હોવાનું નિવેદન આપી યુક્રેનની સામે જંગ છેડ્યું છે. રશિયા-યુક્રેન વચ્ચે તંગદિલી વધુ ન વણસે તેવી ભારત દ્વારા અપીલ કરવામાં આવી છે. ભારતીય અધિકારીઓએ બંને દેશોને શાંતિ જાળવવા અને તાત્કાલિક ઙ્ઘી-ીજષ્ઠટ્ઠઙ્મટ્ઠંર્ૈહ અપનાવવા અરજ કરી છે. રશિયાએ યુક્રેન પર હુમલો કરતા યુક્રેન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ અધવચ્ચેથી પરત ફરી હતી. રશિયાએ ભારતીય સમયાનુસાર વહેલી સવારથી યુક્રેનની રાજધાની કીવ અને અન્ય ટોચના શહેરોને ટાર્ગેટ કર્યા છે. આ હુમલામાં યુક્રેનના અંદાજે ૩૦૦ લોકોના મોત થયા હોવાનો દાવો યુક્રેનના ગૃહમંત્રીએ કર્યો છે.

પુતિને યુદ્ધની જાહેરાત કરતાં જ હુમલાઓ શરૂ થઈ ગયા છે. યુક્રેનની રાજધાની કીવમાં બોમ્બથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. રાજધાની કીવ સહિત ૬ શહેરમાં મિસાઈલ એટેક કરવામાં આવ્યો છે. કીવ, ખારકીવ, ઓડેસા અને મેરિપૉલમાં મિસાઈલ એેટેક કરવામાં આવ્યો છે. રશિયાની સેના ક્રિમિયાની સરહદની અંદર ઘૂસી ગઈ છે. પુતિને જણાવ્યું કે, રશિયા કોઈ પણ કુરબાની માટે તૈયાર છે.
રશિયાનું સૈન્ય યુક્રેનથી સ્વતંત્ર જાહેર કરેલા દેશ ડોનેત્સ્ક અને લુહાંત્સ્કમાં પ્રવેશી ચૂક્યુ છે. રશિયન લશ્કર બળવાખોરોની સાથે મળીને યુક્રેનના લશ્કરના નિયંત્રણવાળા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે.

આ દરમિયાન રશિયાએ યુક્રેન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરવાની શરૂઆત કરી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાના રાષ્ટ્રજાેગ સંદેશમાં જણાવ્યું કે અમે લશ્કરી કાર્યવાહી જાહેર કરી છે. યુક્રેન ઉપર કબજાે જમાવવાનો કોઈ ઈરાદો નથી. અમે માત્ર વધુ સહકાર ઇચ્છીએ છીએ. હું યુક્રેન સેના ને શસ્ત્ર મૂકી સહકાર આપવા અપીલ કરી રહ્યો છું. ડોનબાસ ખાતે અમે કાર્યવાહી શરૂ કરી રહ્યા છીએ. નાટો રશિયાને સહકાર નથી આપી રહ્યું. નાટો રશિયાની સરહદ તરફ આગળ વધી રહ્યું છે અને રશિયાના હિતની વિરુદ્ધ કામગીરી કરી રહ્યું છે.

સોવિયેત યુનિયન ધ્વસ્ત થતાં વિશ્વમાં સ્ત્તાની ધુરા અસમતોલ થઈ છે. આવી સ્થિતિમાં અમેરિકા સામે ઘૂંટણિયે પડી જીવવવની વાત થઈ રહી છે. આ વાત માત્ર રશિયાની નથી પણ સમગ્ર દુનિયાને લાગુ પડે છે એટલે બધાએ રશિયાને સહકાર આપવો જાેઈએ. રશિયાનું સૈન્ય યુક્રેનના લશ્કરના નિયંત્રણવાળા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન થયેલી અથડામણમાં યુક્રેનના છ સૈનિક માર્યા ગયા છે. જેના જવાબમાં અમેરિકાએ પણ પોલેન્ડમાં એફ-૩૫ ફાઈટર વિમાનો તૈનાત કર્યા છે.


યુક્રેન પર રશિયાના હુમલાને ટાળવા માટે સમગ્ર વિશ્વની તાકાત સક્રિય છે. પૂર્વી યુક્રેનમાં અલગતાવાદીઓ અને લશ્કર વચ્ચેના યુદ્ધવિરામનો છેલ્લા એક જ દિવસમાં ૯૪ વખત ભંગ કરવામાં આવ્યો છે. બીજી બાજુએ રશિયાના લશ્કરના હુમલાની સંભાવનાએ યુક્રેને ૩૦ દિવસ માટે કટોકટી જાહેર કરી છે. યુક્રેન વિવાદના પગલે અમેરિકાના પ્રમુખ જાે બાઇડેને રશિયાને પશ્ચિમ સાથે કારોબાર કરવા અસમર્થ બનાવવા માટે આકરા પ્રતિબંધો લાદ્યા છે. તેના લીધે રશિયા માટે પશ્ચિમમાંથી નાણાકીય સ્ત્રોતોના બધા માર્ગ બંધ થઈ ગયા છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly