ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ધીરજ સાહુ છેલ્લા બે દિવસથી વ્યાપક ચર્ચામાં છે. આવકવેરા વિભાગની ટીમે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના પરિસરમાંથી મોટી રકમની રોકડ જપ્ત કરી છે. ઓડિશાના આવકવેરા વિભાગની ટીમે કરચોરીની માહિતીના આધારે આ દરોડા પાડ્યા છે. સાહુના નજીકના સંબંધીઓ અને સંબંધીઓના ઘરો પર આવકવેરા વિભાગના બે દિવસના દરોડામાં રૂ. 100 કરોડથી વધુની રોકડ મળી આવી હોવાના અહેવાલ છે. ધીરજ સાહુને ત્યાંથી પકડાયેલ કાળુ નાણુ બેંકમાં લાવવા માટે આવકવેરા વિભાગે કુલ 157 મોટી બેગ ખરીદી હતી, જે પણ ઓછી પડી હતી.
આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓડિશામાં બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ (BDPL)ના સ્થળો પરથી મહત્તમ રોકડ રિકવર કરવામાં આવી છે. નોટો ગણવા માટે અનેક મશીનો લગાવવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે રાંચી, લોહરદગા અને ઓડિશામાં સાંસદ સાહુના અડધો ડઝન સ્થળો પર પણ એક સાથે દરોડા પાડ્યા છે. આ સિવાય બંગાળમાં પણ કેટલીક જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યાં, શુટકેસ ઓછી પડતા, બોરીઓ લાવીને તેમાં રોકડા ભરવામાં આવ્યા હતા. શુટકેસ અને બોરીઓ ટ્રકમાં નાખીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લઈ જવામાં આવી રહી છે.
આવકવેરા વિભાગના અધિકારીઓએ બૌદ્ધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડમાં કરચોરીની શંકાના આધારે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધીરજ સાહુને ત્યાંથી મળેલા રોકડાની કિંમત કરોડોમાં થતી હતી. રોકડા રૂપિયાની ચલણી નોટોની ગણતરી કરવા માટે બહારથી મશીનો મંગાવવામાં આવ્યા હતા. રૂપિયાની ગણતરી કરતા કરતા મશીન પણ ખરાબ થઈ ગયા હતા.
#WATCH | Odisha: Income Tax conducts raid at the Corporate office of Boudh Distillery Limited, in Khordha, Bhubaneswar. pic.twitter.com/ys3426ou3v
— ANI (@ANI) December 7, 2023
સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત… સરકારે લીધાં આ 3 મોટા નિર્ણય, હવે.. બજારમાં વધતી કિંમતો પર અંકુશ
6 રજા તો મળતી જ હતી, હવે બેંક વાળાને મળશે દર મહિને 8 રજા, સરકારે કર્મચારીને કુદકા મારતા કરી દીધા!!
જ્યારે વિદેશી દારૂનું વેચાણ કિશોર પ્રસાદ વિજય પ્રસાદ બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. આમાંની કેટલીક કંપનીઓમાં ધીરજ પ્રસાદ સાહુ પણ ડિરેક્ટર છે. આવકવેરાના દરોડાનો આ સમગ્ર મામલો દારૂના ધંધામાં કરચોરી સાથે સંબંધિત છે. ધીરજ સાહુ ઝારખંડના અગ્રણી બિઝનેસ અને રાજકીય પરિવારમાંથી આવે છે. તેઓ કોંગ્રેસમાંથી બે વખત રાજ્યસભામાં ચૂંટાયા છે.
ધીરજ સાહુના સંબંધીઓની સંપતિ: દરોડામાં આવક અને ખર્ચ સંબંધિત દસ્તાવેજો સિવાય બીજું શું મળ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. ઓડિશામાં ધીરજ સાહુના સંબંધીઓના નામે ઘણી કંપનીઓ છે. તેમાં બલદેવ સાહુ ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ (ફ્લાય એશ બ્રિક્સ), ક્વાલિટી બોટલર્સ પ્રાઈવેટ લિમિટેડ અને કિશોર પ્રસાદ વિજય પ્રસાદ બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. ક્વોલિટી બોટલર્સ પ્રાઈવેટ લિમિટેડમાં વિદેશી દારૂની બોટલીંગ કરવામાં આવે છે.