Live Ind vs Aus 4th Test Day 2 Live: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાનો દબદબો સંપૂર્ણ રીતે જોવા મળ્યો હતો. ભારતીય ટીમ બીજા દિવસે પુનરાગમન કરવા માંગશે. આ માટે રોહિત શર્માની ટીમે વહેલી તકે વિકેટ લેવી પડશે.
અમદાવાદ ટેસ્ટના બીજા દિવસે પ્રથમ સેશનમાં એકપણ વિકેટ ગુમાવી ન હતી. ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 347 રન બનાવ્યા છે. ખ્વાજા અને કેમરૂન ગ્રીન વચ્ચે 177 રનની ભાગીદારી બની છે. ખ્વાજા 354 બોલમાં 150 રન બનાવીને રમી રહ્યો છે. કેમરૂન ગ્રીન સદીની નજીક છે. તેણે 135 બોલમાં 95 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ 150 રન પૂરા કર્યા છે. આ ટેસ્ટ શ્રેણીનો આ સૌથી મોટો સ્કોર પણ છે. આ પહેલા માત્ર રોહિત શર્માએ નાગપુર ટેસ્ટમાં સદી ફટકારી હતી. ગ્રીન પણ તેની સાથે ઉભો છે અને સદી તરફ આગળ વધી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 118 ઓવર બાદ 4 વિકેટે 338 રન છે.
ઓસ્ટ્રેલિયાની ટીમે 300નો આંકડો પાર કરી લીધો છે. બીજા દિવસે એક કલાકથી વધુની રમત થઈ ગઈ છે પરંતુ ભારતીય ટીમ એક પણ વિકેટ લઈ શકી નહોતી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 109 ઓવર બાદ 4 વિકેટે 301 રન હતો. ઉસ્માન ખ્વાજા 133 અને કેમેરોન ગ્રીન 66 રને અણનમ હકતો.
કેમેરોન ગ્રીને ઓસ્ટ્રેલિયા માટે ફિફ્ટી પૂરી કરી હતી. બીજા દિવસની રમતના પહેલા અડધા કલાકમાં ભારતને કોઈ સફળતા મળી ન હતી. જોકે, ભારતે તેને ઝડપી રન બનાવવા દીધા નથી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 98 ઓવર બાદ 4 વિકેટે 267 રન છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે તે હાથ પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા હતા. આ સ્ટ્રીપ ટીમના નિયમિત કેપ્ટન પેટ કમિન્સની માતાને સમર્પિત છે. પેટ કમિન્સની માતા બીમાર હતી અને આ કારણસર તેણે શ્રેણી અધવચ્ચે જ છોડી દીધી અને પોતાના ઘરે પરત ફર્યા. તેની માતાનું અવસાન થયું છે.