ભારતની ક્રિકેટ ટીમ રાજકોટનાં આંગણે, ગુજરાતીઓએ ગરબાના તાલે કર્યુ ભવ્ય સ્વાગત, ફેન્સની ભીડ હજારોમાં એકઠી થઈ!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

IND vs AUS : રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની (India-Australia) ક્રિકેટ ટીમ પહોંચી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચને લઈ સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે, ત્યારે આજે બંન્ને ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે. ભારતની ટીમ (india team) સૈયાજી હોટલમાં રોકાઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટિમ (Australia team) ફોરચ્યુન હોટલ ખાતે આવી હતી.

ખેલાડીઓનું ભવ્ય સ્વાગત 

સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટ ખાતે 27 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે.ત્યારે આજે બંન્ને ટીમો રાજકોટ ખાતે આવી પહોંચી છે. જ્યાં બંન્ને ટિમનું હોટલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.  સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી, તેમજ ટીમના ખેલાડીઓને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

હોટલ બહાર ક્રિકેટ રસિકો પહોંચ્યા

ક્રિકેટરોની ઝલક જોવા મોટે મોટી સંખ્યામાં હોટલ બહાર ક્રિકેટ પ્રેમીઓ પહોંચ્યા હતા. અત્રે જણાવીએ કે, સિરીઝની બે મેચ ભારત વિજય બન્યું છે, જ્યારે રાજકોટના SCA સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 તારીખે ત્રીજી અને અંતિમ મેચ રમાવાની છે.

Breaking: ‘ડિસીઝ-એક્સ’નામનો નવો વાયરસ સામે આવતા સમગ્ર વિશ્વમાં ફફડાટ, કોરોના કરતાં સાત ગણો ખતરનાક છે આ વાયરસ! 

સરકારનું મોટું એલાન, હવે તમારે દર મહિને કહેવું પડશે કે તમારી પાસે કેટલી ખાંડ છે, જાણો શા માટે આવો નિર્ણય લીધો

ભોજપુરીની આ ફેમસ એક્ટ્રેસે તો બોલ્ડનેસની હદ વટાવી,ધડાધડ સોશ્યલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે!!

 

ટીમ ઇન્ડિયાને 70 રૂમ ફાળવવામાં આવ્યા

ટીમ ઇન્ડિયાને 70 રૂમ ફાળવવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂમ આપવામાં આવ્યો છે. જે અનેક સુવિધાથી સુસજ્જ છે. વિરાટ કોહલીને 801 નંબરનો રૂમ આપવામાં આવ્યો છે. ખેલાડીઓને રૂમની અંદર 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જાકુઝી બાથ, વન કિંગ સાઈઝ બેડ, મિટિંગ રૂમ અને સાઉન્ડપ્રૂફ રૂમ સહિતની સુવિધા આપવામાં આવી છે.


Share this Article