ભારતે કર્યો વળતો જવાબ, કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યો, 5 દિવસમાં દેશ છોડવાનો કડક આદેશ આપી દીધો

Lok Patrika Desk
By Lok Patrika Desk
India counterattacked, expelled Canadian diplomat
Share this Article

કેનેડા સામે મોટી કાર્યવાહી કરતા ભારતે તેના રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવા માટે કહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનેડિયન રાજદ્વારી પર ભારતના આંતરિક રાજકારણમાં દખલ કરવાનો આરોપ છે. અગાઉ કેનેડાએ ટોચના ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને હાંકી કાઢ્યા હતા.

India counterattacked, expelled Canadian diplomat

કેનેડા અને ભારત વચ્ચે કડવાશ વધી રહી છે. કેનેડાના હુમલા બાદ હવે ભારતે વળતો પ્રહાર કર્યો છે. કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારી વિરુદ્ધ ભારત સરકારે મોટી કાર્યવાહી કરી છે. ભારતે કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવા કહ્યું છે. કેનેડિયન રાજદ્વારી પર ભારતના આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લાગ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજદ્વારીઓ પણ ભારત વિરોધી કાર્યવાહીમાં સામેલ હતા.

India counterattacked, expelled Canadian diplomat

વાસ્તવમાં ભારતે કેનેડાના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું. આ પછી ભારતે કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા અને કેનેડિયન હાઈ કમિશનરને આ નિર્ણય વિશે જાણ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંબંધિત રાજદ્વારીને આગામી પાંચ દિવસમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.

India counterattacked, expelled Canadian diplomat

નિજ્જરની હત્યામાં સામેલ ભારતીય એજન્ટ – ટ્રુડો

તમને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ છે. નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે કેનેડા સરકારે ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને હાંકી કાઢ્યા હતા. આ વર્ષે 18 જૂને બ્રિટનમાં ગુરુદ્વારા સામે બાઇક પર આવેલા હુમલાખોરોએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

India counterattacked, expelled Canadian diplomat

બ્રિટિશ PM ઋષિ સુનકના કાંડા પર હંમેશા લાલ રંગનો ધાગો શા માટે હોય છે, જાણો વૈદિક પરંપરામાં તેનો અર્થ

દુનિયાનું એકમાત્ર એવું ગામ કે જ્યાં ક્યારેય વરસાદ પડતો જ નથી, તો લોકો કેવી રીતે રહે છે? પ્રવાસીઓને પણ સ્વર્ગ લાગે

લિબિયામાં જોરદાર પુર બાબતે સૌથી મોટો યુ-ટર્ન, લોકો મરીને જીવતા થઈ જવાથી આખી દુનિયામાં હાહાકાર

કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની ભૂમિકા અસ્વીકાર્ય છે – ટ્રુડો

પીએમ ટ્રુડોએ કેનેડાની સંસદના હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું હતું કે નિજ્જરની હત્યા બાદ અમારી તપાસ એજન્સી ભારતીય એજન્ટોની ભૂમિકાની સક્રિયપણે તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની ભૂમિકા અસ્વીકાર્ય છે અને તે આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. ભારતે સંસદમાં ટ્રુડોના આ નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દીધું હતું. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં પીએમ ટ્રુડોના નિવેદનને વાહિયાત અને ભ્રામક ગણાવ્યું હતું.


Share this Article