Cricket NEWS: આજે અમદાવાદની ધરતી પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો શરૂ થવાનો છે. ગઈકાલ રાતથી જ ફેન્સ સ્ટેડિયમ બહાર જોવા મળી રહ્યા છે. તો હવે સમાચાર સામે આવી રહ્યા છે કે આ મેચ જોવા માટે સેલિબ્રિટીઝ પણ અમદાવાદ પહોંચી રહ્યા છે.
ભારત-પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદમાં ક્રિકેટ દિગ્ગજ સચિન તેંદુલકર, બોલિવૂડ સિંગર અરિજીત સિંહ, બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનું એરપોર્ટ પર આગમન થયું હતું. જેની તસવીરો પણ સામે આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં (Cricket World Cup 2023) 14 ઓક્ટોબર (શનિવાર)ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્લોકબસ્ટર મેચ રમાવાની છે. બંને ટીમો વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) યોજાવાની છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ રોહિત શર્મા (rohit shrma) કરશે, જ્યારે બાબર આઝમના ખભા પર પાકિસ્તાનની જવાબદારી રહેશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 2 વાગ્યે શરૂ થશે.
આ શાનદાર મેચને લઇને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે અમદાવાદ ઉપરાંત ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્શકો મેદાનમાં પહોંચશે. વિદેશથી ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે કેટલાક દર્શકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ પહોંચવાના છે.
ગુજરાતમાં મેઘરાજાનું દે દનાદન, આજે 10 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, જાણો શું કહે છે હવામાન વિભાગ
આ બ્લોકબસ્ટર મેચને કારણે અમદાવાદમાં હોટલના રેટમાં નોંધપાત્ર વધારો થયો છે, તેથી કેટલાક દર્શકોએ હેલ્થ ચેકઅપના બહાને અમદાવાદની હોસ્પિટલોમાં રહેવાની વ્યવસ્થા કરી છે.