ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ બગડશે કે વાંધો નહીં આવે? જાણી લો હવામાન વિભાગે કરેલી તાજી જ આગાહી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : શનિવારે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) ભારત અને પાકિસ્તાન (bharat vs pakistan) વચ્ચે ક્રિકેટ મેચ રમાવાની છે. ત્યારે ક્રિકેટ ચાહકોમાં એક જ ચિંતા છે કે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં. જો વરસાદ પડે તો ખેલાડીઓ અને ચાહકોનો રંગ બગડી શકે છે. ત્યારે હવામાન વિભાગે (Meteorological department) આ આગાહી કરી છે.

 

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ભારત પાકિસ્તાન મેચમાં થયેલા વરસાદ અંગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. આ સાથે મનોરમા મોહંતીએ એમ પણ કહ્યું કે આવતીકાલથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા કેટલાક વિસ્તારોમાં 15 અને 16મીએ હળવા વરસાદની સંભાવના છે.

 

 

આજે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શનિવારે વરસાદની ખાસ શક્યતા નથી. અમદાવાદમાં વરસાદની ખાસ સંભાવના નથી પરંતુ વાદળછાયું આકાશ રહી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં મહત્તમ તાપમાન ૩૫ થી ૩૭ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવો વરસાદ પડી શકે છે.

 

 

આજે અમદાવાદમાં વરસાદ પડ્યો તો ભારત-પાક. વર્લ્ડ કપ મેચ ધોવાઈ જશે, કોઈ રિઝર્વ ડે રાખવામાં જ નથી આવ્યો

અજોડ રેકોર્ડ: ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સહિત 9 ટીમો સામે ક્યારેય હાર્યું જ નથી, તો આજે સવાલ જ પેદા નથી થતો

બેટ્સમેન કે બોલર? અમદાવાદમાં કોનું રાજ? ભારત-પાક. મેચનો પીચ રિપોર્ટ અને રેકોર્ડ, પાડોશીનું સુરસુરિયું થઈ જશે!

 

શનિવારે વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 14થી 17 ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે. આ દિવસોમાં અમદાવાદ, આણંદ, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.

 

 


Share this Article