India vs Pakistan : બાબર આઝમની (Babar Azam) કેપ્ટનશિપમાં પાકિસ્તાને વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) સારી શરૂઆત કરી હતી અને પોતાની પહેલી બે મેચ જીતી હતી. પરંતુ બાબરની ટીમને ટીમ ઇન્ડિયા (team india) સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની (rohit sharma) કેપ્ટનશિપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું.
આ દરમિયાન ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી શોએબ મલિકે કહ્યું કે, બાબરે વર્લ્ડકપ બાદ કેપ્ટનશિપ છોડી દેવી જોઈએ. પાકિસ્તાનની ટીમ ટીમ ઈન્ડિયા સામે માત્ર 191 રન જ બનાવી શકી હતી. આ પહેલા એશિયા કપ 2023માં પાકિસ્તાનની ટીમ ભારત સામે માત્ર 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેમને 228 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.
એ સ્પોર્ટ્સ પર એક ઇવેન્ટ દરમિયાન શોક મલિકે કહ્યું, “હું કેપ્ટનશિપને લઇને મારી વાત સ્પષ્ટ કરી દઇશ. મેં પહેલા પણ કહ્યું છે કે બાબર આઝમે કેપ્ટનશિપ છોડી દેવી જોઈએ. તે માત્ર મારો અભિપ્રાય છે, પરંતુ મેં તેની પાછળ ઘણું કામ કર્યું છે. તેમણે કહ્યું કે બાબર એક ખેલાડીની સાથે સાથે ટીમ માટે પણ પોતાના માટે સારું પ્રદર્શન કરી શકે છે. પણ એક કેપ્ટન તરીકે તે તેનાથી અલગ વિચારતો નથી. તમે કોઈની બેટિંગ અને કેપ્ટનશિપને એક જ રીતે ન જોઈ શકો, બંને અલગ છે. તે લાંબા સમયથી કેપ્ટન છે, પરંતુ હજુ સુધી કંઇ ખાસ કરી શક્યો નથી.
ભારત સામે અડધી સદી ફટકારી
બાબર આઝમે ટીમ ઇન્ડિયા સામે 50 રન બનાવ્યા હતા. તેણે મોહમ્મદ રિઝવાન સાથે પણ સારી ભાગીદારી કરી હતી, એક સમયે ટીમનો સ્કોર 2 વિકેટે 155 રન હતો. આ પછી ટીમે છેલ્લી 8 વિકેટ માત્ર 36 રનમાં ગુમાવી દીધી હતી. મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહની ત્રિપુટીએ પાકિસ્તાની બેટ્સમેનોને તક આપી નહતી. બીજી તરફ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 63 બોલમાં 86 રન ફટકારતાં ભારતીય ટીમને માત્ર 31મી ઓવરમાં જ વિજય અપાવ્યોનથી. રોહિતે 6 છગ્ગા પણ ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાની આ સતત ત્રીજી જીત છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં પણ ટોચ પર છે.
હવે પછીનો કેપ્ટન કોણ છે?
બાબર આઝમનું ભવિષ્ય વર્લ્ડ કપ 2023ના પ્રદર્શન પર નિર્ભર કરે છે. તેમના સિવાય વાઇસ કેપ્ટન શાદાબ ખાન પણ ખતરામાં છે. ઘણા દિગ્ગજો શાહીન આફ્રિદીને નવો કેપ્ટન બનાવવાની તરફેણમાં છે. શાહીનને આક્રમક કેપ્ટન માનવામાં આવે છે અને તેણે લાહોર કલંદર્સને પાકિસ્તાન સુપર લીગમાં સતત બે ટાઇટલ અપાવ્યા છે. પીએસએલનો અન્ય કોઈ કેપ્ટન હજુ સુધી આવું કરી શક્યો નથી.
બાબર આઝમના કેપ્ટન તરીકેના રેકોર્ડની વાત કરીએ તો તે અત્યાર સુધી 37 વન-ડેમાં ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે. આ દરમિયાન ટીમે 24 મેચમાં જીત મેળવી છે, જ્યારે 11માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઈ થઈ હતી જ્યારે એક મેચનું પરીણામ આવ્યું નહતુ. બાબર કેપ્ટન તરીકે 20 ટેસ્ટ રમ્યો છે. તેઓ 10 જીત્યા છે, જ્યારે 6માં પરાજય થયો છે.
Breaking: સુરેન્દ્રનગરમાં 40થી વધારે મુસાફરોથી ભરેલી ST બસ પલટો મારી ગઈ, આખા રાજ્યમાં હાહાકાર મચ્યો
હવામાન વિભાગની ઘાતક આગાહી: ગુજરાત સહિત ૧૮ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે, ખેડૂતો ભયમાં
ચાર મેચ ડ્રોમાં પરિણમી હતી. ટી-20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો બાબર આઝમ પાકિસ્તાન તરફથી સૌથી વધુ મેચ વિનિંગ કેપ્ટન છે. બાબર આઝમે કેપ્ટન તરીકે 71 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેઓ 42 જીત્યા છે અને 23માં હાર્યા છે. 6 મેચનું પરિણામ આવ્યું નથી. બાબર આઝમે પાકિસ્તાનને 2022ના ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં સ્થાન અપાવ્યું હતુ. જોકે, અહીં ટીમને ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.