Breaking News: જૂનિયર મહિલા હોકી ટીમે એશિયા કપ 2023 જીત્યો, ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવી

Lok Patrika Desk
By Lok Patrika Desk
hockey
Share this Article

જૂનિયર મહિલા હોકી ટીમે એશિયા કપ 2023 જીત્યો, ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવીને ફાઈનલ મેચમાં ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવ્યું હતું. આખી ટુર્નામેન્ટમાં ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમ એકપણ મેચ હારી ન હતી.

hockey

ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમે આજે ભારતનું ગૌરવ વધાર્યું છે. જૂનિયર મહિલા હોકી એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવ્યું હતું. આખી ટુર્નામેન્ટમાં ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમ એકપણ મેચ હારી ન હતી. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટનો ખિતાબ પહેલીવાર જીત્યો છે. હાલમાં જ ભારતીય જૂનિયર પુરુષ હોકી ટીમ એશિયા કપ જીતી હતી. આજ વર્ષે ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમે એશિયા કપ જીતીને ઈતિહાસ રચ્યો છે.

ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમે આ વર્ષ એશિયા કપમાં ધમાલ મચાવી હતી. આખી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે કુલ 40 ગોલ કર્યા છે, જ્યારે વિરોધી ટીમને માત્ર 4 ગોલ કરવા દીધા છે. ભારતીય જૂનિયર પુરુષ હોકી ટીમ હાલમાં જ પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીતી હતી.

hockey

ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમની ઐતિહાસિક જીત

 

ભારત અને સાઉથ કોરિયા વચ્ચે રમાયેલી આ ફાઈનલ મેચની પહેલી 20 મિનિટમાં એક પણ ગોલ થયો ના હતો. 22મી મિનિટમાં અન્નૂ એ પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને ભારતને 1-0થી લીડ અપાવી હતી. તેના 3 મિનિટ બાદ કોરિયાને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. તેના પર કોરિયાની પ્લેયરે ગોલ કરીને 1-1થી સ્કોર બરાબર કર્યો હતો. 40 મિનિટ સુધી સ્કોર બરાબર રહ્યો હતો.

41મી મિનિટે ભારતીય ટીમને કોર્નર મળ્યો હતો. તેના પર ભારતીય પ્લેયર નીલમે ગોલ કરીને 2-1થી લીડ અપાવી હતી. જણાવી દઈએ કે જાપાનમાં 3થી 11 જૂન વચ્ચે 10 ટીમો વચ્ચે આ હોકી એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્લેયર્સ અને સ્પોર્ટ સ્ટાફને મળી આટલી પ્રાઈઝ મની

ભારતીય જૂનિયર મહિલા ટીમની આ ઐતિહાસક જીત બાદ આખી ટીમને ગોલ્ડ મેડલ અને એશિયા કપની ટ્રોફી મળી હતી. ટીમની દરેક જૂનિયર મહિલા પ્લેયર્સને 2-2 લાખની પ્રાઈઝ મની મળી છે. જ્યારે ભારતીય ટીમની સપોર્ટ સ્ટાફને 1-1 લાખ રુપિયા મળ્યા છે.

આ પણ વાંચો

વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી, ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું

રાજ્યના ત્રણ જીલ્લામાં વાવઝોડાના કારણે ત્રાટકશે અતિભારે વરસાદ, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકાને રેડ એલર્ટ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની બિપરજોય વાવાઝોડાને લઈ મોટી આગાહી, આ જીલ્લામાં પડશે અતિભારે વરસાદ

ફાઈનલમાં જીતનાર ત્રીજો દેશ બન્યો ભારત

મહિલા જૂનિયર એશિયા કપની આ ટુર્નામેન્ટની આ 8મી સિઝન હતી. આ ટુર્નામેન્ટને જીતનાર ભારત ત્રીજો દેશ બન્યું છે. સાઉથ કોરિયાની ટીમ સૌથી વધુ 4 વાર આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. જ્યારે ચીન 3 વાર ફાઈનલ મેચમાં જીત્યું છે. વર્ષ 2021માં કોરોનાને કારણે આ ટુર્નામેન્ટ યોજાઈ શકી ન હતી.


Share this Article