Cricket News : ભારતીય ક્રિકેટ ટીમ હાલ આઇસીસી વર્લ્ડકપમાં ભાગ લઇ રહી છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ અત્યાર સુધી 7 મેચ રમી ચૂકી છે, જે તમામ મેચ જીતી ચૂકી છે. ભારતીય ટીમ આગામી મેચ સાઉથ આફ્રિકા સામે રમશે, જેની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. દરમિયાનમાં બીસીસીઆઇના સેક્રેટરીએ એક મોટી જાહેરાત કરી છે, જે સૌને ચોંકાવી દે તેવી છે.
આ જાહેરાત ટીમ ઈન્ડિયાના હેડ કોચને લઈને કરવામાં આવી છે, જે જાણવી ખુબ જ જરૂરી છે. બીસીસીઆઈના મહાસચિવ જી શાહે પ્રેસ રિલીઝ જાહેર કરતા આ વાતની જાહેરાત કરી છે. આ વખતે મહેન્દ્ર સિંહ ધોની કે વીરેન્દ્ર સહેવાગ નથી પરંતુ આ ભારતીય બેટ્સમેન આઇકોનને નવી જવાબદારી સોંપવામાં આવી છે.
આ ખેલાડીને ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે તાજેતરમાં જ ભારતીય મહિલા ટીમના હેડ કોચ અંગે ચોંકાવનારી જાહેરાત કરી છે, જેના કારણે તમામને આશ્ચર્ય થયું છે. ભૂતપૂર્વ હેડ કોચ રમેશ પવારના રાજીનામા બાદ હવે નવા કોચની તલાશ શરુ થઈ હતી, જેની જાહેરાત થઈ ચૂકી છે.
આ સાથે બીસીસીઆઇએ આ માટે અરજીઓ પણ માગી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ પદ માટે અમોલ મજુમદારના નામને મંજૂરી મળી ગઈ છે. જેની ગત સપ્તાહે અખબારી યાદી સૌની સામે રજૂ કરવામાં આવી હતી. આ સાથે મહિલા ક્રિકેટ ટીમને નવા કોચ મળતા ખેલાડીઓના ચહેરા પર ભારે ઉત્સાહ જોવા મળશે. આ નિર્ણય ઘણી ચર્ચા બાદ લેવામાં આવ્યો છે, જે બધાને ચોંકાવી દે તેવો છે.
લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે, કુંવારાઓ અને પરણેલાઓ ખાસ જાણી લો 7 વચનનો ઉંડાણપૂર્વક અર્થ
અડધી રાત્રે ભૂકંપનો ભયંકર આંચકો, 129 લોકોના મોત… આખું ભારત થરથર ધ્રુજી ઉઠ્યું, અધિકારીઓની રજા રદ્દ
“શું તમે જાણો છો ? સ્વયં ગાય જ એક માત્ર સ્વર્ગમાં જવાની સીડી છે.” વાંચો કૃષ્ણપ્રિયાનો લેખ
અમોલ મજુમદાર મહાન બેટ્સમેન છે.
ભારતની મહિલા ટીમના નવા કોચ અમોલ મજુમદારની ગણતરી એવા શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે, જેઓની કારકિર્દી અત્યંત સારી રહી છે. તેણે લગભગ બે દાયકાથી ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમીને ઈતિહાસ રચી દીધો છે. અમોલ મજુમદારે કુલ 171 ફર્સ્ટ ક્લાસ મેચો રમી છે. આમાં તેણે અત્યાર સુધી 48.1ની પ્રભાવશાળી એવરેજથી બેટિંગ કરતા 11167 રન બનાવ્યા છે. મિડલ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આને મોટી જાહેરાત માનવામાં આવી રહી છે.