હે ભગવાન હવે માફ કરી દે, શાકભાજી બાદ હવે ફળોના ભાવે બૂમ પડાવી, જનતાનું ઢાંઢુ ભાંગી ગયું

Lok Patrika Desk
By Lok Patrika Desk
fruit
Share this Article

દેશભરમાં સતત પડી રહેલા વરસાદે શાકભાજી અને ફ્રૂટના ભાવમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. મોંઘવારીના ભયાનક ઓવરડોઝથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે શાકભાજી બાદ હવે ફ્રૂટ્સના ભાવમાં પણ વધારો થતાં હવે અધિક અને ત્યાર પછીના શ્રાવણ માસમાં પણ ભક્તોને ભક્તિ અને ઉપવાસ કરવા મોંઘા પડશે. આગામી બે મહિના ફળોની માગ વધવાની છે જેના કારણે ભાવમાં ઘટાડો નહીં થાય તેની ભક્તોએ તૈયારી રાખવી પડશે.

fruit

ફ્રૂટ્સના ભાવમાં પણ વધારો નોંધાયો

ફ્રૂટ્સના ભાવમાં 20થી 50 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. ત્યારે બિપરજોય વાવાઝોડું અને ભારે વરસાદને કારણે સફરજનના ભાવ આસમાને પહોંચી ગયા છે. છેલ્લા કેટલાય સમયથી ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે હાલ સફરજનની આવક બંધ થવાથી તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વધતા જતા ફ્રૂટ્સના ભાવને લઈને ગ્રાહકો પર પણ માઠી અસર પડી છે.જ્યારે શાકભાજીમાં ટામેટાં, કોથમીર, ડુંગળી, મરચાં, ફુલાવર, બટાકાના ભાવો વધ્યા બાદ હવે આદુ રિટેલમાં 260 રૂપિયે કિલોના ભાવે મળી રહ્યું છે. મરચાંના એક કિલોના ભાવ રૂ.100, ડુંગળીના રૂ.75, લસણના રૂ.200 અને ફણસીના રૂ.250 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે.

સફરજનનો ભાવ પહેલાં પણ ઓછો ન હતો. અગાઉ તેનો ભાવ રૂ.200-350 પ્રતિ કિલો હતો, જે અત્યારે રૂ.360-400 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. કેળા 40 રૂપિયા ડઝનના ભાવે વેચાઈ રહ્યાં હતાં તેના બદલે હવે 60 રૂપિયે ડઝનના ભાવે વેચાઈ રહ્યાં છે. દાડમનો ભાવ 120 રૂપિયા કિલોથી વધીને 160થી 200 રૂપિયા કિલો થયો છે. મોસંબીનો ભાવ 100 રૂપિયાથી વધી અત્યારે 130થી 150 રૂપિયા થયો છે. પપૈયું 40 રૂપિયે કિલો વેચાતું હતું, અત્યારે તે 60 રૂપિયે, જ્યારે પાઈનેપલનો ભાવ 80 રૂપિયા હતો, જે વધીને હવે રૂ.100 સુધી પહોંચ્યો છે. ચીકુના રૂ.150 પ્રતિ કિલો, જ્યારે તરબૂચ રૂ. 35થી 40 પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે.

જથ્થાબંધ છૂટક ભાવ વચ્ચે મોટો તફાવત

fruit

ભારે વરસાદના કારણે સફરજન મોડા આવશે

સફરજનનો પાક હિમાચલ અને કાશ્મીરમાં વધારે થતો હોય છે. જ્યાં વરસાદના પગલે 40થી 50 ટકા પાક ઓછો થવાને કારણે ગત વર્ષ કરતાં ભાવમાં 25થી 30 ટકા ભાવમાં ઝીંકાયો છે. વિદેશથી આવતાં સફરજનની 18 અને 20 કિલો પેટીના ભાવ રૂ.3000થી રૂ.3500ના બદલે રૂ.4500 ચાલી રહ્યા છે. વિદેશથી આવતાં કિવી ફળ રૂ.200થી 300 અને ચેરી રૂ.300થી 400 હોલસેલ માર્કેટમાં પ્રતિ કિલો છે. લોકલ માર્કેટના પૈપયાં, ચીકુ, કેળાં, તરબૂચના ભાવ 50 ટકા વધ્યા છે.

બાંગ્લાદેશથી આવેલી જુલીએ હિંદુ બન્યા પછી અજય સાથે લગ્ન કર્યા, પતિને પોતાની સાથે લઈ ગઈ, હવે સામે આવ્યો ખતરનાક ફોટો

સહારામાં ફસાયેલા નાણાં આટલા દિવસોમાં મળી જશે, રોકાણકારોએ પોર્ટલ પર અરજી કરવી પડશે, જાણો પ્રક્રિયા

ખાતામાં 10 હજાર પણ નહોતા અને ATMમાંથી 9 કરોડ રૂપિયા ઉપાડી ગયા! જોરદાર અય્યાશી કરી અને પછી…

fruit

આગામી માસમાં ફળોની માગ વધી

દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે શાકભાજી, ફ્રૂટ અને ધાનના પાકને ભારે નુકસાન થયું છે. જેના કારણે શહેરના નરોડા ફ્રૂટ માર્કેટમાં ફ્રૂટની આવકમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર હાલમાં હાફૂસ, કેસર અને રત્નાગીરી કેરીની સિઝન પૂરી થઇ છે. જ્યારે યુપીની લંગડો અને દશેરી કેરીની સિઝન ચાલી રહી છે. છેલ્લે ચોસા કેરીની આવક થતી હોય છે. કેરીની રોજની 20 ગાડીની જગ્યાએ અત્યારે માત્ર ત્રણ ગાડી માર્કેટમાં આવે છે. જેના પગલે હોલસેલ માર્કેટમાં લંગડો કેરી રૂ. 80થી 100 અને દશેરી રૂ.50થી 60 પ્રતિ કિલોનો ભાવ ચાલી રહ્યો છે.


Share this Article
TAGGED: , ,