Vadodara News: શું 6 લાખની સહાય બાળકોને પાછી લાવી શકશે ?? શું એ બાળકો સાથેના પળો પાછા આપી શકશે એ 6 લાખ ?? બાળકો માટે જોડાયેલા માતા-પિતાના સપનાઓ પાછા આપી શકશે આ 6 લાખ ??
આ નાના માસુમ ભુલકાઓને ખબર પણ નહોતી કે આજે તેમનો અંતિમ દિવસ હશે. માતાપિતાને એવું હતું કે બાળકો મોજ મસ્તી કરતા હશે પણ મોત… વડોદરા શહેરના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. આ ઘટના વડોદરા જ નહીં આખા ગુજરાત માટે ચિંતાજનક બાબત છે. લોકોએ તંત્ર ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ જીવનની આખરી પિકનિક હશે.
તમને જણાવી દઈએ કે, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે બોટ પલટી મારી ગઈ હતી. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્રએ આ વિશે સત્તાવાર માહિતી આપી છે.
આખું ગુજરાત વડોદરા હરણી દુર્ઘટના બાદ તંત્ર તેમજ સ્કૂલ પર પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હરણી તળાવમાં બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના ઇજારદારે લીધો છે. જ્યારે એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે નિલેશ જૈનને આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હોવાની માહિતી સામે આવી છે.
વડોદરા બોટ દુર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે આવી પહોંચ્યા છે. વધુમાં 5 આરોપીઓ સામે ગુન્હો નોધાયો છે. આ દર્દનાક દુર્ઘટનામાં બાળકો સહિત 14ના મોત થયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તંત્રને કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા છે. જેના ભાગરૂપે 5 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337 હેઠળ ગુનો દાખલ કરાયો છે.
આ રહી મૃત્યુ પામનાર બાળકો તથા શિક્ષકોના નામની યાદી
સકીના શેખ
આયેશા ખલીફા
મુઆવજા શેખ
નેન્સી માછી
આયત મન્સૂરી
હેત્વી શાહ
અયાન મોહમ્મદ ગાંધી
રોશની સૂરવે
રેહાન ખલીફા
મૃતક શિક્ષિકાઓ
વિશ્વા નિઝામ
છાયા પટેલ
જુહાબિયા સુબેદાર
ફાલ્ગુની સુરતી
“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!
આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….
માતાપિતાને એવું હતું કે બાળકો મોજ મસ્તી કરતા હશે પણ મોત… વડોદરા શહેરના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. આ ઘટના વડોદરા જ નહીં આખા ગુજરાત માટે ચિંતાજનક બાબત છે.