બોલિવૂડમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાનની જોડી પાવર કપલ તરીકે ઓળખાય છે. લોકો આ યુગલના દાખલા આપે છે. પરંતુ આ દરમિયાન ગૌરી ખાનનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. તેની વાત સાંભળ્યા પછી લોકો કહે છે કે ગૌરી માત્ર શાહરૂખથી છૂટાછેડાની રાહ જોઈ રહી છે. આ પછી તે પોતાના માટે એક નવો પાર્ટનર શોધી લેશે. શા માટે લોકો આવું કહી રહ્યા છે? ગૌરીના આ નિવેદન પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.
ગૌરીએ હાલમાં જ આ વાત કરી નથી. આ નિવેદન વર્ષ 2005માં કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં આપ્યું હતું. જે દરમિયાન તે સુઝૈન ખાન સાથે શોમાં પહોંચી હતી. કરણે ગૌરીને પૂછ્યું હતું કે શું શાહરૂખને અન્ય મહિલાઓ તરફથી મળતુ આટલું અટેંશન જોઈને તે અસુરક્ષિત નથી અનુભવતી? ગૌરીએ આ સવાલના જવાબમાં કહ્યું હતું કે તે તેનાથી કંટાળી ગઈ છે, કારણ કે આ સવાલ તેને વારંવાર પૂછવામાં આવે છે.
ગૌરી ખાને એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘સૌથી પહેલા તો જ્યારે કોઈ મને આ પ્રશ્ન પૂછે છે ત્યારે હું ચિડાઈ જાઉં છું. હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે જો આપણે સાથે ન રહેવું હોય અને જો તેણે બીજા કોઈની સાથે રહેવું હોય, તો ભગવાન મને બીજા કોઈને શોધવા દો. મને આશા છે કે તે સુંદર છે, તે સાચું છે! આ મારી ભગવાનને પ્રાર્થના છે. મને લાગે છે કે જો તેને બીજા કોઈની સાથે રહેવું છે, જો તે બીજા કોઈની સાથે રહેવા માંગે છે, તો હું તેની સાથે નહીં રહીશ. હું કહીશ, સારું, સરસ! મને કોઈની સાથે આગળ વધવા દો.
ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ શાહરૂખ અને ગૌરીએ 1991માં લગ્ન કર્યા. તેમને ત્રણ બાળકો છે – સુહાના, આર્યન અને અબરામ. તેઓ આજે પણ સાથે છે અને ચાહકો પણ આ કપલને કાયમ સાથે જોવા માંગે છે.