સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર સોશિયલ સાઈટ પર ચાંપતી નજર રાખી રહી છે. વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર ઉપરાંત સરકાર ફોન કોલ્સ પણ રેકોર્ડ કરી રહી છે. દાવાને તથ્યની કસોટી પર તપાસ્યા બાદ વાસ્તવિકતા સામે આવી. આ સિવાય પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ વાયરલ પોસ્ટના દાવાની સત્યતા દર્શાવતી એક પોસ્ટ પોસ્ટ કરી છે.
एक मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार द्वारा 'नए संचार नियम' के तहत सोशल मीडिया और फोन कॉल की निगरानी की जाएगी।#PIBFactCheck
▶️ यह दावा फ़र्ज़ी है।
▶️ भारत सरकार द्वारा ऐसे कोई नियम लागू नहीं किए गए हैं।
▶️ ऐसी किसी भी फ़र्ज़ी/अस्पष्ट सूचना को शेयर ना करें। pic.twitter.com/pqh0eXBPJ7
— PIB Fact Check (@PIBFactCheck) July 10, 2023
સોશિયલ મીડિયા પર એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતીકાલથી વ્હોટ્સએપ અને ફોન કોલ માટે નવા કોમ્યુનિકેશન નિયમો અમલમાં આવી રહ્યા છે. જે અંતર્ગત તમામ કોલ રેકોર્ડ કરવામાં આવશે અને સુરક્ષિત રાખવામાં આવશે. વોટ્સએપ, ટ્વિટર અને ફેસબુક પર ઝીણવટભરી નજર રાખવામાં આવશે.
પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નવા નિયમના અમલીકરણ સાથે દરેક વ્યક્તિના મોબાઈલ ફોન અથવા અન્ય કોમ્યુનિકેશન ઉપકરણો કેન્દ્ર સરકારના મંત્રાલય સાથે સીધા લિંક થઈ જશે. ધાર્મિક વિષયો પર ટિપ્પણી કરવી એ ગુનો ગણવામાં આવશે. આવા 13 પોઈન્ટ રાખવામાં આવ્યા હતા. અંતમાં લોકોની જાગૃતિ માટે શેર કરવા અપીલ કરવામાં આવી હતી.
ગુજરાત સહિત આટલા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર, જલદી જાણી લો નવી કિંમત્ત
આ પોસ્ટને ટાંકીને PIBએ એક ટ્વિટ કર્યું. જેમાં કહેવામાં આવ્યું છે કે એક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર દ્વારા ‘નવા સંચાર નિયમો’ હેઠળ સોશિયલ મીડિયા અને ફોન કોલ્સ પર નજર રાખવામાં આવશે. આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવા કોઈ નિયમો લાગુ કરવામાં આવ્યા નથી. PIB લોકોને અપીલ કરે છે કે આવી સ્પષ્ટ અને ખોટી માહિતી શેર ન કરે.