ગાઝા હોસ્પિટલ પર હુમલામાં 500ના મોત, નેતન્યાહૂએ કહ્યું- ઈઝરાયેલે હુમલો નથી કર્યો, તો પછી આ કાંડ કોણે કર્યો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

World News : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકે તેમ લાગતું નથી. અત્યાર સુધીમાં બંને પક્ષે 4500થી વધુ લોકો માર્યા ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) આજે તેલ અવીવ પહોંચી રહ્યા છે, જેથી ઈઝરાયેલ સાથે એકજૂટતા દર્શાવી શકાય. આ દરમિયાન મંગળવારે મોડી રાત્રે હમાસે દાવો કર્યો હતો કે ઈઝરાયેલી સેનાએ ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો, જેમાં અત્યાર સુધી 500 લોકોના મોત થઈ ચૂક્યા છે. સાથે જ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ પણ હમાસના દાવાનો જવાબ આપ્યો છે.

 

 

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે આખી દુનિયાને ખબર હોવી જોઈએ કે ગાઝામાં બર્બર હુમલો ઈઝરાયેલી સેનાએ નહીં પરંતુ આતંકીઓએ કર્યો છે. જે લોકોએ અમારા બાળકોને નિર્દયતાથી મારી નાખ્યા છે તેઓ પણ તેમના પોતાના બાળકોને મારી નાખે છે.

હોસ્પિટલ પર હુમલા પર આઈડીએફનું નિવેદન

આ પહેલા આઈડીએફએ કહ્યું હતું કે, હોસ્પિટલ પર હુમલા માટે ઈસ્લામિક જેહાદ જવાબદાર છે. આઈડીએફએ કહ્યું કે દુશ્મન તરફથી ઈઝરાયેલ પર અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાંથી એક નિષ્ફળ રોકેટ ગાઝાની આ હોસ્પિટલને નિશાન બનાવ્યું હતું. અમારી પાસે ઉપલબ્ધ ઘણા ગુપ્તચર ઇનપુટ અનુસાર, હોસ્પિટલમાં થયેલા આ રોકેટ હુમલા માટે ઇસ્લામિક જેહાદ આતંકવાદી સંગઠન જવાબદાર છે.

મધ્ય ગાઝાની અલ-આહલી હોસ્પિટલમાં આ હવાઈ હુમલો થયો હતો. તેને ગાઝા પટ્ટીની છેલ્લી ખ્રિસ્તી હોસ્પિટલ તરીકે વર્ણવવામાં આવી રહી છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે મંગળવારે રાત્રે ઇઝરાયેલી સેનાએ અલ અહલી અરેબિક બાપ્ટિસ્ટ હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં ઘાયલો અને અન્ય પેલેસ્ટીનીઓએ આશરો લીધો હતો.

યુએઈ, રશિયાએ યુએનની આપાતકાલીન બેઠક બોલાવી

ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષને લઈને યુએઈ અને રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી છે. ગાઝામાં હોસ્પિટલ પર થયેલા હુમલા બાદ આ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 500થી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે. સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન, ઇજિપ્ત, જોર્ડન અને તુર્કીએ ગાઝાની એક હોસ્પિટલ પર થયેલા હુમલા માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે, જેમાં સેંકડો પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. બહેરીને હુમલા બાદ તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી છે.

હિઝબુલ્લાહે ગાઝા હોસ્પિટલ હુમલાને નરસંહાર ગણાવ્યો

લેબનોનના હિઝબુલ્લાહે ગાઝા પટ્ટીની એક હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટની નિંદા કરવા માટે “ક્રોધાવેશનો દિવસ” ની હાકલ કરી છે. હિઝબુલ્લાહે ઇઝરાયેલને નરસંહાર કહેવા માટે દોષી ઠેરવ્યો છે. હિઝબુલ્લાહે આ હુમલાને “નરસંહાર” અને “ક્રૂર ગુનો” ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, “બુધવારે, દુશ્મન સામે ગુસ્સાનો દિવસ બની રહેશે.”

ડબ્લ્યુએચઓએ હોસ્પિટલ પર થયેલા હુમલાની નિંદા કરી

વિશ્વ આરોગ્ય સંગઠને પણ ગાઝા પટ્ટીમાં અલ અહલી અરબ હોસ્પિટલ પર ઈઝરાયેલના હુમલાની નિંદા કરી છે. ડબ્લ્યુએચઓએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. દર્દીઓની સંભાળ રાખનારાઓ અને ઘણા વિસ્થાપિત લોકોએ ત્યાં આશ્રય લીધો હતો, પ્રારંભિક અહેવાલોમાં સેંકડો મૃત્યુ નોંધાયા હતા.

ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, આ હોસ્પિટલ ગાઝા પટ્ટીની ઉત્તરમાં સ્થિત 20 હોસ્પિટલોમાંની એક હતી, જે ઇઝરાઇલી સૈન્યના સ્થળાંતરના આદેશોનો સામનો કરી રહી છે. અનેક દર્દીઓની અસુરક્ષા, ગંભીર સ્થિતિ અને એમ્બ્યુલન્સનો અભાવ, બેડની ક્ષમતા અને વિસ્થાપિતો માટે રહેવાની વ્યવસ્થાને જોતાં સ્થળાંતરના આદેશનો અમલ કરવો અશક્ય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને માંગ કરી છે કે ઇઝરાઇલી સૈન્ય ઉત્તર ગાઝામાંથી લોકોને બહાર કાઢવાનો આદેશ પાછો ખેંચે. તેણે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવું જોઈએ. જે મુજબ હોસ્પિટલોની સુરક્ષા થવી જોઈએ અને તેને નિશાન ન બનાવવી જોઈએ.

 

નવરાત્રિમાં કાળા તલનો આ ચોક્કસ ઉપાય ભૂલ્યા વગર કરી નાખો, ગ્રહ દોષ દૂર થશે, ચારેય દિશામાં પ્રગતિ થશે

નવરાત્રિમાં અવશ્ય વાંચો રામ રક્ષા સ્ત્રોત, ભગવાન રામ પણ આશીર્વાદ વરસાવશે, મોટામાં મોટી સમસ્યાનો આવશે અંત

કેદારનાથથી જમ્મુ-કાશ્મીર સુધી હિમવર્ષા, ખૂબ જ સુંદર નજારો દિલ ખુશ કરશે, જુઓ તસવીરો

 

ગાઝામાં 3,000 લોકોનાં મોત

ગાઝા પટ્ટીની હોસ્પિટલ પર હુમલા પહેલા હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઈઝરાયેલી હુમલામાં હમાસના 3000 લોકો માર્યા ગયા છે, જ્યારે 12500થી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, હમાસના હુમલામાં ઇઝરાઇલના 1400 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

 

 

 

 

 


Share this Article