યુદ્ધની વચ્ચે ઇઝરાયેલી મહિલા સૈનિકના એ છેલ્લા શબ્દો…. સાંભળીને તમારી આંખમાં આંસુ આવી જશે!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Israeli Female Soldier Last Words : ઇઝરાયલ-હમાસના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઘણી દર્દનાક વાતો સામે આવી રહી છે. આવી જ એક કહાની છે ઇઝરાયેલની આર્મર્ડ કોર્પ્સની (Armored Corps) એક મહિલા સૈનિક નામા બોનીની. 19 વર્ષીય નામા બોની હમાસના હુમલામાં ઘાયલ થઈ હતી, જે પછી તેણે ગમે તેમ કરીને છુપાવવાની જગ્યા શોધી કાઢી હતી અને તેના પરિવારને અંતિમ સંદેશ મોકલ્યો હતો. નામા બોની સાત મહિના પહેલા જ ઇઝરાયલની સેનામાં સામેલ થયા હતા. આ હુમલામાં બોનીને ઇજા થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમનું મોત થયું હતું.

 

 

 

ઇઝરાઇલી મહિલા સૈનિકનો છેલ્લો સંદેશ

ઇઝરાયલની એક મહિલા સૈનિક બોનીએ લખ્યું, “હું તમારા બધાની ખૂબ જ ચિંતા કરું છું. મને માથામાં ઈજા થઈ છે. આસપાસ હાજર કોઈપણ આતંકવાદી મારા પર ફાયરિંગ શરૂ કરી શકે છે. હું હાલમાં ગોલાની બ્રિગેડના ઇજાગ્રસ્ત સૈનિક સાથે છું અને ત્યાં કોઈ વધારાની સહાય ઉપલબ્ધ નથી.

 

 

એક મહિલા સૈનિકની દર્દનાક કહાની

હમાસના હુમલા સમયે નામા બોની આર્મી બેઝના એન્ટ્રી ગેટ પર તૈનાત હતા. આતંકી હુમલાની વચ્ચે બોનીએ પોતાના પરિવારને વધુ એક દર્દનાક સંદેશ મોકલ્યો હતો. બોનીએ લખ્યું છે કે હું કોઈના ચીસો પાડવાનો અવાજ સાંભળી શકું છું અને એવું લાગે છે કે કોઈની હત્યા કરવામાં આવી છે.

 

 

હમાસનો સફાયો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ઇઝરાયલ

આતંકવાદી હુમલા બાદ બદલાની આગમાં સળગી રહેલા ઇઝરાયેલે ગાઝા પટ્ટીને ધ્વસ્ત કરી દીધી છે. ઇઝરાયલની સેનાએ એટલા બોમ્બ, રોકેટ અને મિસાઇલો ફેંક્યા છે કે આખું શહેર કાટમાળમાં સમાઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. જો કે ઇઝરાયલ અહીંથી અટકશે નહીં, તેનો ઇરાદો હમાસનો સફાયો કરવાનો છે.

 

શક્તિની પૂજા કરતી વખતે કળશ શા માટે રાખવામાં આવે છે? જાણો તેની સ્થાપનાની પદ્ધતિ અને નિયમો

અભિનેત્રીના પરિવારના અધધ 300 સભ્યો ઈઝરાયેલમાં ફસાયા, બહેન-જીજાની હત્યા બાદ સૌથી મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ બોર્ડનો અણઘડ વહીવટ: VIP ક્લચર હાવી થતા મધ્યમ વર્ગના ક્રિકેટ પ્રેમીઓને ટિકિટો ન મળતા નારાજ

 

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, આઇએસઆઇએસ કરતા હમાસ વધુ ક્રૂર છે અને જેમ આઇએસઆઇએસને કચડી નાખવામાં આવ્યું છે તેમ હમાસને પણ કચડી નાખવામાં આવશે. આઇએસઆઇએસની જેમ જ હમાસ સાથે વ્યવહાર થવો જોઇએ. તેમને રાષ્ટ્રોના સમૂહમાંથી બહાર ફેંકી દેવા જોઈએ. કોઈ પણ નેતાએ તેમને મળવું જોઈએ નહીં. કોઈ પણ દેશે તેમને આશ્રય આપવો જોઈએ નહીં અને આવું કરનારાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

 

 

 


Share this Article