World News: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલે હમાસને જડમૂળથી ઉખેડી નાખવાનો નવો પ્લાન બનાવ્યો છે. સોમવારે એક રિપોર્ટમાં આ અંગેનો મોટો ખુલાસો થયો છે. ઇઝરાયલે ગાઝા પટ્ટીની નીચે હમાસની ટનલની સિસ્ટમને ભૂમધ્ય સમુદ્રમાંથી પમ્પ કરેલા દરિયાઇ પાણીથી ભરવાની યોજના તૈયાર કરી છે.
તેનો ઉદ્દેશ્ય આતંકવાદી જૂથના માર્ગો અને છુપાયેલા સ્થળોના ભૂગર્ભ નેટવર્કને નષ્ટ કરવાનો અને તેના લડવૈયાઓને જમીનથી ઉપર લઈ જવાનો છે. વોલ સ્ટ્રીટ જર્નલે યુએસ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ગયા મહિને ગાઝા શહેરમાં અલ-શાતી શરણાર્થી શિબિર પાસે પાંચ મોટા પાણીના પંપ લગાવ્યા હતા.
આ પંપ કલાકના હજારો ક્યુબિક મીટર પાણીને પમ્પ કરીને થોડા અઠવાડિયામાં ટનલને પાણીથી ભરવામાં સક્ષમ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે ગયા મહિને યુએસને આ યોજના વિશે ચેતવણી આપી હતી, પરંતુ હજુ સુધી તેનો અમલ કરવો કે નહીં તે નક્કી કર્યું નથી. અહેવાલમાં જણાવાયું છે કે હમાસ દ્વારા દક્ષિણ ઇઝરાયેલમાં ઑક્ટોબર 7ના હુમલા દરમિયાન અપહરણ કરાયેલા તમામ બંધકોને મુક્ત કર્યા પછી IDF ટનલને પૂર માટે પગલાં લેશે કે કેમ તે અસ્પષ્ટ છે. કારણ કે એવી આશંકા છે કે આતંકી સંગઠને આ બંધકોને આ સુરંગમાં છુપાવીને રાખ્યા હશે.
અહેવાલ મુજબ બિડેન વહીવટીતંત્રમાં આ ઇઝરાયેલની યોજના અંગે મિશ્ર અભિપ્રાયો હતા, કેટલાક અધિકારીઓએ ઇઝરાયેલની યોજના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે અન્ય લોકોએ જણાવ્યું હતું કે તેઓ ટનલને નષ્ટ કરવાના ઇઝરાયેલના પ્રયાસોને સમર્થન આપે છે અને જરૂરી નથી કે તેમનો કોઈ અમેરિકન વિરોધ હોય.
રાજ્યમાં વરસાદનું જોર યથાવત, હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ અને વાદળછાયા વાતાવરણની કરી આગાહી
કાળજાળ મોંઘવારીમાં તમને મળશે 50 રૂપિયા સસ્તો ગેસ સિલિન્ડર, બસ ખાલી આટલું કરવાનું રહેશે
જો કે, વોલ સ્ટ્રીટ જર્નલમાં આ યોજનાને લગતી ઘણી ચિંતાઓ પણ પ્રકાશિત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આનાથી ગાઝાની જમીનને સંભવિત નુકસાન થઈ શકે છે. વળી જો સુરંગોમાં દરિયાના પાણી અને ખતરનાક પદાર્થોનું મિશ્રણ હોય તો તે ઘણું ખતરનાક બની શકે છે. તે જ સમયે, ઇમારતોના પાયા પર સંભવિત અસર પણ પ્રકાશિત કરવામાં આવી છે.