ભારત અને ઈઝરાયેલ વચ્ચે 6 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ, ગૌતમ અદાણીનું પણ અબજો રૂપિયાનું રોકાણ

Lok Patrika
By Lok Patrika
Share this Article

World News: ઇઝરાયેલ દ્વારા હમાસ પર બોમ્બમારો ચાલુ છે. ઇઝરાયલી સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર ગાઝા અને દક્ષિણ ઇઝરાયેલમાં હમાસ સાથે ચાલી રહેલી લડાઇમાં સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા છે અને અન્ય ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. હકીકતમાં, ઇઝરાયેલ દક્ષિણ ભાગમાં આતંકવાદીઓ સામે લડી રહ્યું છે અને તેણે હવાઈ હુમલામાં ગાઝામાં ઘણી ઇમારતોને નષ્ટ કરી દીધી છે.

આ હુમલાને યુદ્ધ ગણાવીને ઈઝરાયેલે હમાસને ચેતવણી આપી છે કે તેણે તેની કિંમત ચૂકવવી પડશે. ભારત સરકારે તેના નાગરિકો માટે એડવાઈઝરી બહાર પાડી છે. દરમિયાન એર ઈન્ડિયાએ ઈઝરાયેલ માટે તેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. ભારત-ઈઝરાયેલનો બિઝનેસ ઘણો વ્યાપક છે. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ ઈઝરાયેલમાં જંગી રોકાણ કર્યું છે.

ભારત-ઈઝરાયેલ વચ્ચે રૂ. 6 લાખ કરોડનો બિઝનેસ

ઇઝરાયેલમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો રહે છે. બંને દેશોનો વેપાર પણ વિસ્તરી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈઝરાયેલના રાજદૂતે માહિતી આપી હતી કે ભારત અને ઈઝરાયેલ વચ્ચેનો વેપાર સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચેનો વેપાર પહેલા 5 બિલિયન ડૉલરનો હતો જે હવે વધીને 7.5 બિલિયન ડૉલર એટલે કે 6 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે. પોર્ટ અને શિપિંગ સહિત અનેક ક્ષેત્રોમાં ભારત અને ઈઝરાયેલનો વ્યાપાર ઘણી રીતે મહત્વપૂર્ણ છે.

ગૌતમ અદાણીએ રોકાણ કર્યું

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ ઈઝરાયેલમાં રોકાણ કર્યું છે. ગયા વર્ષે ગૌત અદાણીની કંપની અદાણી પોર્ટ્સે ટેન્ડર જીત્યું હતું. આ કોન્ટ્રાક્ટ 1.8 બિલિયન ડોલરનો હતો. આ કરારમાં અદાણીની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને ઈઝરાયેલની કંપની ગેડોટ ગ્રુપ વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો. આ બંને કંપનીઓએ મળીને હાઈફા પોર્ટના ખાનગીકરણ માટે ટેન્ડર જીતી લીધું હતું. આ કન્સોર્ટિયમમાં ગૌતમ અદાણીની કંપનીનો હિસ્સો 70 ટકા જેટલો હોવાનું કહેવાય છે. વાસ્તવમાં આ બંદરને શિપિંગ કન્ટેનરમાં ઈઝરાયેલનું સૌથી મોટું બંદર માનવામાં આવે છે. હવે યુદ્ધ જેવી સ્થિતિમાં કંપની આ અંગે શું કહે છે તે જોવાનું રહેશે.

હવામાન વિભાગની મોટી આગાહી, આખરે આજથી સત્તાવાર રીતે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, જાણો હવે કેવા તડકા પડશે!

Gold Price: સોનું અને ચાંદી સસ્તા થયા, 1600 રૂપિયા ભાવ ઘટ્યા, શું દિવાળી સુધી ઘટાડો ચાલુ જ રહેશે?

BREAKING: PM અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બોમ્બ હુમલાની ધમકી, 500 કરોડની માંગ, ગુજરાત પોલીસ એક એક સેકન્ડે સતર્ક

હીરાના ધંધાને પણ અસર!

ભારત અને ઈઝરાયેલ વચ્ચે બંદરો અને શિપિંગ ઉપરાંત હીરાનો વેપાર પણ થાય છે. ભારત અને ઈઝરાયેલના કુલ કારોબારમાં ડાયમંડ બિઝનેસનો મોટો હિસ્સો છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, 1990 સુધી બંને દેશો વચ્ચે દર વર્ષે 200 મિલિયન ડોલરનો વેપાર થતો હતો. જે હવે અબજો ડોલર સુધી પહોંચી ગયો છે. આમાં હીરાના દ્વિપક્ષીય વેપારનો હિસ્સો 50 ટકાની નજીક છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly