BREAKING: ઈઝરાયલ ધુંઆપુંઆ થઈ ગયું, ગાઝાના રોકેટ હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી દીધી, કંઈક મોટું થશે!

Lok Patrika
By Lok Patrika
BREAKING: ઈઝરાયલ ધુંઆપુંઆ થઈ ગયું, ગાઝાના રોકેટ હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી દીધી!!
Share this Article

Israel Declares State of War: ગાઝાથી ઈઝરાયેલ પર મોટા પ્રમાણમાં રોકેટ હુમલા બાદ ઈઝરાયેલી સેનાએ યુદ્ધની સ્થિતિ જાહેર કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાઝા તરફથી ઈઝરાયેલના ઘણા રહેણાંક વિસ્તારો પર રોકેટ છોડવામાં આવ્યા છે. ઈઝરાયલ તરફ છોડવામાં આવતા રોકેટના અવાજો ગાઝા પટ્ટીના આકાશમાં ગુંજતા હતા, જ્યારે ઈઝરાયેલને હવાઈ હુમલા સામે ચેતવણી આપતા સાયરનનો અવાજ પણ ઉત્તરમાં લગભગ 70 કિલોમીટર દૂર દેશની આર્થિક અને સાંસ્કૃતિક રાજધાની તેલ અવીવમાં સંભળાયો હતો.

ગાઝાથી રોકેટ હુમલા બાદ ઈઝરાયેલે પણ નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ‘યુદ્ધ માટે તૈયાર’ છીએ. અગાઉ એક જાહેર નિવેદનમાં, મોહમ્મદ ડેઇફે જણાવ્યું હતું કે “ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ” શરૂ કરીને શનિવારે વહેલી સવારે ઇઝરાયેલ પર 5,000 રોકેટ છોડવામાં આવ્યા હતા.

હમાસના સૈન્ય નેતાએ તમામ પેલેસ્ટાઈનીઓને ઈઝરાયેલનો સામનો કરવા વિનંતી કરતા કહ્યું કે, “અમે એટલું કહેવાનું નક્કી કર્યું છે કે હવે બોવ થયું, આટલું બસ છે.” મોહમ્મદ દેઈફનો આ સંદેશ રેકોર્ડિંગના રૂપમાં સામે આવ્યો છે. કારણ કે તે ક્યારેય જાહેરમાં દેખાતા નથી.

ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી અને આખા દેશમાં વરસાદને લઈ અંબાલાલે કરી ઘાતક આગાહી, જાણીને ધ્રુજી ઉઠશો!

ભારતના દબાણ પછી કેનેડાને તાત્કાલિક પગલા લેવા પડ્યાં! મોટાભાગના રાજદ્વારીઓને સિંગાપોર અને મલેશિયા મોકલી દીધા

તને કહી દઉં છું અંદર ના આવતો…. મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા રણબીર કપૂરને શેનો પાવર આવી ગયો?

ઇઝરાયેલની મેગેન ડેવિડ એડોમ રેસ્ક્યુ એજન્સીએ જણાવ્યું હતું કે દક્ષિણ ઇઝરાયેલમાં એક ઇમારત પર રોકેટ અથડાતાં 70 વર્ષની એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. એજન્સીના જણાવ્યા અનુસાર આ સિવાય 20 વર્ષીય યુવકને રોકેટના કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી. ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાંથી પણ ઘૂસણખોરીના અહેવાલ આપ્યા છે. મળતી માહિતી મુજબ હમાસના ઘણા ઉગ્રવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસ્યા હોવાના પણ સમાચાર છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly