હાલમાં ગુજરાતમાં નજર નાખીએ તો તાપીના વ્યારા, કોડીનાર, કુતિયાણા, માંડવી, વિસાવદર, કેશોદ, વાલોદમાં ચાર ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. એ જ રીતે ચીખલી, સોનગઠ, વાડીઆ, ડોલવણ, જૂનાગઢ, કપરાડા, ખંભાળિયા, મહુવા, સરસ્વતી, બારડોલી, વાસંદા, ઉપલેટામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
જ્યારે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, તાપી અને ભરૂચમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાઓ છે. બધું મળીને વાત કરવામાં આવે તો આજે 29મી જૂનના સવારે 6.00 કલાક સુઘીમાં 24 કલાકમાં કુલ 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના આંકડા જણાવે છે કે પાસેથી સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત કામરેજમાં 5.96 વરસાદ નોંધાયો છે. આ સાથે નવસારી, ખેરગામ, સુરતના પલસાણા, ધરમપુર, વાપી, ઉમરગામમાં પાંચ ઇંચથી વધારે વરસાદ થયો છે. હજુ પણ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
RBIએ રજાઓની યાદી જાહેર કરી, જુલાઈમાં અડધો મહિનો બેંકો રહેશે બંધ, લિસ્ટ ચેક કરીને ફટાફટ કામ પતાવી લો
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સતત પાંચ દિવસ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. આજની વાત કરીએ તો, હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં સુરત, નર્મદા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા કેવી મહેરબાની કરે છે.