આજે ફરીથી મેઘો તાંડવ કરશે, અમદાવાદ અને સૌરાષ્ટ્ર સહિત આટલા જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહીથી ખેડૂતોમાં ખુશી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Meteorological department’s rain forecast: બંગાળની ખાડીમાં (Baṅgāḷa khāḍī) લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. લાંબા વિરામ બાદ ગઈકાલે અમદાવાદ, વડોદરા, મોરબી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. ત્યારે આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

 

 

આ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા

આજે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં કચ્છ, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દમણ, દાદરાનગર હવેલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, મહીસાગર, વડોદરા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા અને પાટણનો સમાવેશ થાય છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 30થી 40ની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

 

આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી સિમિત રહેશે. દક્ષિણના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

 

હવામાન નિષ્ણાંતોએ પણ કરી છે આગાહી

હવામાન વિભાગ ઉપરાંત કેટલાક હવામાન નિષ્ણાંતોએ પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેશર મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે. આ લોપ્રેશર ઉતર તરફ ગતિ કરતા ગુજરાત ઉપર સીયર ઝોન સર્જાયો છે. 20, 21, 22 ઓગસ્ટે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા જણાવી છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

આણંદ કલેક્ટરનો રંગીન મિજાજ જાણીને નાયબ મામલતદારે પ્લાન બનાવ્યો, મહિલાને તૈયાર કરી કેમેરા ગોઠવી વીડિયો બનાવ્યો, પછી…

રજનીકાંતનો ભાજપ પ્રેમ ઉભરીને છલકાયો, CM યોગીને પગે લાગ્યો, મોદી-શાહની જોડીને અર્જૂન-કૃષ્ણ સાથે સરખાવી….

જ્વેલરી ખરીદનારા હવે ચિંતા ન કરતા, સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણી લો મોજ આવે એવા નવા ભાવ

 

અમદાવાદમાં સારા વરસાદની સંભાવના

તેઓએ જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા છે. છોટુ ઉદેપુર, નર્મદા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, ગાંધીનગર, ખેડા અને અમદાવાદમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 તારીખથી રાજ્યમાં મોનસૂન બ્રેક આવશે. એ પછી રાજ્યમાં વરસાદની શક્યતાઓ ઓછી છે.


Share this Article