હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી નવી આગાહીની વાત કરીએ તો આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ચોમાસાના આગમનની સાથે જ મોન્સૂ ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
આગામી 4 દિવસ જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને સુરતનો સમાવેશ થાય છે. તો વળી બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં પણ અતિભારે વરસાદ ખાબકી શકે છે.
આજની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, દ્વારકા અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.
RBIએ રજાઓની યાદી જાહેર કરી, જુલાઈમાં અડધો મહિનો બેંકો રહેશે બંધ, લિસ્ટ ચેક કરીને ફટાફટ કામ પતાવી લો
દક્ષિણ ગુજરાતમાં સતત પાંચ દિવસ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. આજની વાત કરીએ તો, હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં સુરત, નર્મદા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા કેવી મહેરબાની કરે છે.