વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુના કઠુઆ જિલ્લાના બિલ્લાવરના લોહિયા મલ્હારની વાયરલ થયેલી એક નાની છોકરીની વિનંતીને સાંભળી છે. ત્રીજા ધોરણમાં ભણતી આ છોકરીએ પોતાની સ્કૂલની ખરાબ હાલત દર્શાવતો વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે ‘વડાપ્રધાન, તમે બધાની વાત સાંભળો છો, તો કૃપા કરીને મોદીજી મારી સ્કૂલમાં એક સારી ઇમારત બનાવી આપો’.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ જમ્મુ-કાશ્મીર સરકારના શિક્ષણ વિભાગમાં હલચલ મચાવી દીધી છે. આ પછી, જમ્મુના શાળા શિક્ષણ નિયામક, ડૉ. રવિશંકર શર્માએ કઠુઆ જિલ્લાના લોહાઈ ગામમાં સ્થિત શાળાની મુલાકાત લીધી અને ત્યારબાદ શિક્ષણ વિભાગે તાત્કાલિક અસરથી શાળાની ઇમારત બનાવવાનું કામ શરૂ કર્યું.
Please @narendramodi ji listen to the request of this school going girl from hilly region of lohai area of Tehsil lohai malhar of district kathua.@NirmalSinghBJP @districtadmkat1 @OfficeOfLGJandK @manojsinha_ pic.twitter.com/i5TlITgYJF
— Mohit Gupta (@factual_dogra) March 31, 2023
બાળકીનો વીડિયો વાયરલ થયો હતો
જણાવી દઈએ કે ત્રીજા ધોરણમાં ભણતી છોકરી સિરત નાઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને એક વીડિયો બનાવ્યો હતો. આ બાળકીએ વીડિયો દ્વારા સ્કૂલના અલગ-અલગ ભાગોની ખરાબ હાલત બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પછી શું હતું, આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ ગયો, જેના પછી શિક્ષણ વિભાગને આ શાળાને તાત્કાલિક બનાવવાની સૂચના મળી. હાલમાં, નાઝની શાળામાં ફ્લોર ટાઇલ્સ લગાવવાનું અને ફરીથી રંગવાનું કામ ચાલી રહ્યું છે.
હવે આ નાની બાળકી પોતાની શાળામાં શરૂ થયેલા કામથી ઘણી ખુશ છે અને વડાપ્રધાન મોદીનો આભાર માની રહી છે. અધિકારીની મુલાકાત પછી, નાઝે બીજો વીડિયો બનાવ્યો જેમાં તેને કહેતા સાંભળી શકાય છે, “ઉનકો મોદી સર ને ભેજા થા…. તેણે અમારી શાળાની હાલત જોઈ, અને તે અમારી શાળાને ઠીક કરાવી રહ્યા છે. ખૂબ સારું લાગ્યું, ખૂબ આનંદ થયો.
ગુજરાતમાં એકસાથે માવઠું, ગરમી અને આંધી તબાહી મચાવી દેશે, 10 દિવસ માટે અંબાલાલે કરી ઘાતક આગાહી
મુકેશ અંબાણીનું આ એક રહસ્ય હજુ પણ રહસ્ય જ છે, 66 વર્ષ થયા પછી પણ દુનિયા નથી જાણતી
સૌથી સારા સમાચાર આવી ગયા, અક્ષય તૃતીયા પર મળશે મફતમાં સોનું, ફટાફટ આ રીતે લાભ લો
એક અહેવાલ મુજબ, શર્મા ઘણા દાયકાઓથી ઉભી રહેલી શાળાની મુલાકાત લેનારા શિક્ષણ વિભાગના પ્રથમ પ્રાંતીય વડા છે. આ વિસ્તારની મુલાકાત લેનારા શાળા શિક્ષણના છેલ્લા નિયામક પ્રોફેસર આરકે છિબ્બર હતા, જેઓ અહીંથી 30 કિમી દૂર માચેડી સુધી આવ્યા હતા.