રંગીલા રાજકોટમાં દારુનો રંગ વધારે પડતો જ ઉડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે હાલમાં જ એક પોલીસ સ્ટેશનમાં PSI દારુ પીને ઝડપાયા હતા ત્યારે હવે રાજકોટમાં લગ્નમાં દારૂ પીરસવલાનો એક વીડિયો સામે આવ્યો છે અને ફરીથી રાજકોટની ચર્ચા આખા ગુજરાતમાં થવા લાગી છે.
હાલમાં આ વીડિયો વાઇરલ થતા ખળભળાટ મચ્યો છે. તિરંગા ફિલ્મના ગીત પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે એ તારે મસ્ત ડાન્સ કરતાં જોવા મળ્યા છે. પીલે પીલે ઓ મર રાજા ગીતની કડી પર પણ લોકો દારૂની બોટલ સાથે નાચ-ગાન કરી રહ્યા છે. કથિત દારૂ પાર્ટીના વિડીયોને લઈ હાલમાં તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. એક વીડિયોમાં વરરાજાને બંદૂક આપવામાં આવતી હોય તેવા દ્રશ્યો પણ કેદ થયા છે.
હવે આ વીડિયો આખા ગુજરાતમાં વાયરલ થઈ રહ્યો છે. આ સાથે વાત કરીએ તો રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર રહેલા PSI બીજેન્દ્ર સિંહે ચૌહાણ દારુના નશાની હાલતમાં ઝડપાયા છે અને ચારેકોર હાહાકાર મચી ગયો છે.
આ બેંકની ખુલી છૂટ, કહ્યું- અમે હજુ પણ અદાણીને જેટલી જોઈએ એટલી લોન આપશું, લાખો ગુજરાતીઓના ખાતા છે!
SRP 13 ગ્રુપના બ્રીજેન્દ્રસિંહ કિસનસિંહ ચૌહાણ છે એવું હાલમાં સામે આવ્યું છે. પોલીસ કમિશનર ઓફિસના ગેટ નંબર-3 પર ફરજ દરમિયાન કેફી પાદર્થ સેવન કર્યું હોવાની માહિતી મળી રહી છે. પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા PSI ખાખી કપડાં ઉતારી નાખ્યા છે અને હવે સાદા કપડાં પહેરાવામાં આવ્યાં છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કાયદાકીય રીતે આ અધિકારીને કોઈ સજા થાય છે કે કેમ?