હજુ ગઈ કાલની જ વાત છે કે અમદાવાદમાં એક 100 વર્ષ જૂનુ મકાન ધરાશાયી થયું અને એક માણસનું મૃત્યુ થયું છે. ત્યારે આજે જુનાગઢથી આવો કિસ્સો સામે આવી રહ્યો છે. જૂનાગઢની વંથલી કન્યા વિદ્યાલયની જર્જરિત છત ચાલુ ક્લાસે ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
વિગતો મળી રહી છે કે વંથલી કન્યા વિદ્યાલયની છત ધરાશાયી થતાં 4થી 5 વિદ્યાર્થિનીઓને માથાના ભાગે ઈજા પહોંચી છે. જે બાદ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ચાલુ ક્લાસે જૂનાગઢની વંથલી કન્યા વિદ્યાલયની જર્જરિત છત ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સ્કૂલની થતાં 4થી 5 વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી.
શું સરકાર ખરેખર તમારા બધાના કોલ રેકોર્ડિગ કરે છે? જો તમને પણ આવા મેસેજ આવ્યા હોય તો સચ્ચાઈ જાણી લો
હાલમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે વંથલી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાની સાથે જ વિદ્યાર્થિનીઓના વાલીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ દુર્ઘટના બાદ સ્કૂલની તમામ વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે દોષી સામે પગલા લેવાશે કે કેમ એવા સવાલો ઉદ્ભવી રહ્યા છે.