India news: કર્ણાટક હાઈકોર્ટે (karnataka high court ) સોશિયલ મીડિયાનો ( social media ) ઉપયોગ કરવા માટેની વય મર્યાદાને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકારે દેશમાં સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવા પર વિચાર કરવો જોઈએ. હાઈકોર્ટે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે લોકો ‘ઓછામાં ઓછા 21 વર્ષના હોવા જોઈએ.
કર્ણાટક હાઈકોર્ટની બે ન્યાયાધીશોની બેન્ચ એક્સ કોર્પ (અગાઉનું ટ્વિટર) ની અપીલની સુનાવણી કરી રહી હતી જેમાં અમુક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ટ્વીટ્સને બ્લોક કરવાના કેન્દ્રના આદેશને પડકાર ફેંકવામાં આવ્યો હતો. કોર્ટે અગાઉ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયા કંપનીની અરજીને ફગાવી દીધી હતી અને આદેશોનું પાલન ન કરવા બદલ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કેન્દ્ર સરકારના વકીલે કોર્ટને કહ્યું કે કાયદામાં હવે વપરાશકર્તાઓને અમુક ઓનલાઈન ગેમ એક્સેસ કરતા પહેલા આધાર અને અન્ય દસ્તાવેજો હોવા જરૂરી છે. ત્યારે કોર્ટે પૂછ્યું કે આ પ્રકારની ઓળખ સોશિયલ મીડિયા પર પણ કેમ વિસ્તૃત કરવામાં આવી રહી નથી. જસ્ટિસ જી નરેન્દ્રએ કહ્યું, ‘સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવો. હું તમને કહું છું કે ઘણી સારી વસ્તુઓ થશે. આજના શાળાએ જતા બાળકો તેના વ્યસની બની ગયા છે. મને લાગે છે કે આબકારી નિયમોની જેમ, ત્યાં પણ વય મર્યાદા હોવી જોઈએ
હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, ‘બાળકો 17 કે 18 વર્ષના હોઈ શકે છે, પરંતુ શું તેમનામાં એ નક્કી કરવાની પરિપક્વતા છે કે દેશના હિતમાં શું (સારું) છે અને શું નથી? આવી વસ્તુઓ જે દિમાગને ઝેર આપે છે તેને માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ ઇન્ટરનેટ પરથી પણ દૂર કરવી જોઈએ. સરકારે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવાનું પણ વિચારવું જોઈએ.
ચોમાસાના વિદાયની આગાહી આવી ગઈ, 36 કલાક મેઘરાજા ધોધમાર બેટિંગ કરશે, પછી આ તારીખથી ચોમાસું લેશે વિદાય
કોર્ટે એક્સ કોર્પ પર 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ કેસની સુનાવણી બુધવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. કોર્ટે કહ્યું કે તે ‘X કોર્પ’ દ્વારા માંગવામાં આવેલી વચગાળાની રાહત પર બુધવારે નિર્ણય લેશે અને તેની અપીલ પર પછીથી સુનાવણી કરવામાં આવશે.