કમોસમી વરસાદના કારણે કેરીના પાકમાં નુકસાની આવતા કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય પરિવાર માટે કેરી ખાવી અઘરી બની છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદે કેરીના પાકને નુકસાન થવા પામ્યું છે. ભારે પવન અને કમોસમી વરસાદના કારણે મોટા ભાગનો કેરીનો પાક ખરી પડતા ખેડૂતોની માથે પણ ચિંતાના વાદળો છવાયા છે. કેરીનો અડધો પાક નિષ્ફળ ગયો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરની બજારોમાં કેરીના ઉત્પાદનમાં ઘટને લીધે હવે કેરીના ભાવમાં ઉછાળો આવ્યો છે.
કેરીનો પાક નિષ્ફળ જતા વેપારીઓની વેદના
બીજી બાજુ મેં મહિનામાં જે કેરીની ક્વોલિટી જેવા મળતી હોય છે. તે પ્રકારના ફળ જ આ વખતે બજારમાં દેખાતા નથી તેવું ગ્રહકોનું કહ્યું છે. રાજ્યના જૂનાગઢ, કચ્છ, અમરેલી, વલસાડમાં કમોસમી વરસાદથી આંબા પર પાકવાની આરે રેહલી કેરી ખરાબ વાતાવરણના કારણે નીચે ખરી પડી હતી તેમજ આંબા પર રહેલી કેરી પણ બગડી ગઈ હતી. મોટા પ્રમાણમાં આંબા પરથી કમોસમી વરસાદના કારણે કરી ખરી પડતા કેરીના વેપારમાં પણ મજા ન હોવાનું વેપારી જણાવી રહ્યા છે. મોંઘવારીને લીધે લોકો ભાવ પૂછીને ખરીદી કર્યા વગર જ જતા રહે છે. તેવું કેરીના વેપારીઓનું કહેવું છે.
અરે વાહ! આ બેંકે મજા કરાવી દીધી, FD પર સીધું 9% વ્યાજ આપશે, તમને આટલું ક્યાંય નહીં મળે
કમોસમી વરસાદથી કેરીની આવક ઘટી
કમોસમી વરસાદથી કેરી મોંઘી થઈ ગઈ છે. કેરીનો પાક નિષ્ફળ જતા હવે અમદાવાદ સહિત તમામ બજારમાં કેરીની માગ પ્રમાણે આવક ઓછી નોંધાઇ છે. જેના કારણે કેરીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભાવની વાત કરવામાં આવે તો કેસર કેરીના પ્રતિ કિલો 100થી 150 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો છે. તેમજ રત્નાગિરી કેરીનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ઉપરાંત હાફૂસ કેરીનો પ્રતિ કિલો 80થી 100 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો છે. આમ 100 થી 150 રૂપિયા સુધી કેરીનું વેચાણ થઇ રહ્યું છે. તો બીજી બાજુ કેરીના ભાવમાં વધારો થતા સામાન્ય પરિવારો કેરી ખરીદવાનું ટાળી રહ્યાં છે.