કિંજલ દવેનું નામ ગુજરાતી ગાયકીમાં ખુબ મોટું નામ છે. હવે તેને કોઈ ઓળખાણ ની જરૂર નથી. કિંજલ દવેને સૌ કોઈ ગુજરાતી ઓળખતા હશે.
કારણ કે ઓછા સમયમાં ખૂબ જ લોકપ્રિયતા પોતાના ગીતના માધ્યમથી કિંજલ દવેએ મેળવી છે. ચાર બંગડીવાળી ગીત રિલીઝ થયા બાદ કિંજલ દવેને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
હાલ કિંજલ દવે દેશ-વિદેશમાં અલગ-અલગ કાર્યક્રમો કરીને ગુજરાતનું નામ રોશન કરી રહી છે. થોડાક સમય પહેલા જ કિંજલ દવે તેના થનાર પતિ પવન જોશી અને આકાશની સાથે દુબઈ પ્રવાસે હતી.
તેના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે હવે કિંજલ દવેની વિદેશની ધરતી પરથી બીજી તસવીવો વાયરલ થઈ છે જે ફેન્સ વાયરલ કરી રહ્યા છે.
દુબઇ બાદ કિંજલ દવે અમેરિકામાં પણ ફરવા ગઈ હતી. જ્યાંથી કિંજલ દવે ફોટોઝ શેર કરી ને પળ પળ ની માહિતી ચાહકો સુધી પોહચાડી રહી છે.
પેહલા મિયામી ફ્લોરિડા પહોંચી હતી જ્યાંના ફોટો શેર કરીને માહિતી આપી હતી.
ત્યાર બાદ કિંજલ દવે ઓરલેન્ડો ફ્લોરિડા પહોંચી હતી જ્યાં એડવેન્ચર પાર્ક માંથી ફોટોસ શેર કર્યા હતા.